કનકપૂર ખાતે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
- Praja Pankh
- Oct 21, 2021
- 1 min read
સચિન પ્રજા પંખ દ્વારા :સમાજમાં કાયદા અંગેની જાગૃતિ આવે લોકો કાયદા ની સમજ મળે તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જે અંતર્ગત કનકપુર ખાતે આવેલ લોક વિકાસ સંસ્થા તથા આરોગ્ય કેન્દ્ર મા એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોકસો,સાઈબર ક્રાઈમ,મફત કાનૂની સહાયની સલાહ આપેલ.
સત્તા મંડળના ચેરમેનશ્રી વિ.કે વ્યાસ સાહેબ તથા સચિવશ્રી અને અધિક સિનિયર સિવિલ જજશ્રી કે.એન.પ્રજાપતિ સાહેબના માર્ગદર્શન હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કનકપુર મા આવેલ લોક વિકાસ સંસ્થા તેમજ આરોગ્ય કેન્દ્ર શાળા મા પોક્સો,સાઈબર ક્રાઈમ,મફત કાનૂની સહાય આપેલ
જેમાં જીલ્લા કાનૂની સા મંડળ અને ચોર્યાસી કાનૂની મંડળ થકી પેનલ એડવોકેટ મમતા ચૌહાણ એકતા ત્રિવેદી તથા PLV પ્રતિક ચૌહાણ અજય ચૌહાણ સાથે મળીને પોકસો,સાઈબર ક્રાઈમ,મફત કાનૂની સહાય તથા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળની યોજનાઓ વિશે બાળકોને તથા લોકોને અન્ય કાયદા વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
Comentarios