ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો...
- Praja Pankh
- Sep 12, 2023
- 2 min read
1994 -2002વર્ષના ,એલ.ડી. સચિન હાઇસ્કુલનાં વિદ્યાર્થીઓ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

પ્રજા પંખ સચિન: ગત રોજ સચિનની એલ ડી હાઈસ્કૂલમાં ભણી ગણીને આગળ વધેલા ૧૯૯૪ થી ૨૦૦૨ વર્ષના અભ્યાસુ વિદ્યાર્થીઓનાં સ્નેહમિલનમાં લાગણી સભર દૃશ્યો દ્રશ્યમાન થયાં.
૧૯૯૪ થી ૨૦૦૨ વર્ષમાં સાથે ભણતા સહુ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન સરોજ નાયક સાંસ્કૃતિક હોલમાં કરવામાં આવ્યું હતું. જેમાં ચંદ્ર પર પોહંચ્યાની ખુશી જેટલી ખુશી સહુના ચેહરા પર દૃશ્યમાન થતી હતી. આ મિલનમાં સમગ્ર ભારત દેશ, ગુજરાત અને વિદેશોથી સહુ જોડાયા હતાં. સમગ્ર આયોજન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના આમંત્રિત ગુરુજનોને સ્મૃતિ ભેટ આપી સન્માન કર્યું તે પહેલાં કમળ પંખીડીઓનો વરસાદ વરસાવી સ્વાગત કર્યું હતું. ગુરુશ્રી રામચંદ્ર ભાઈ નાયકનાં કહેવાથી સહુ વિદ્યાર્થીઓએ જીવનના અનુભવો ગુરુજનો સાથે તાજા કર્યા હતા. સ્વર્ગીય ગુરુઓને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. શરૂઆતમાં પ્રાર્થના અને સ્વાગત ગીતથી સહુનું સ્વાગત કર્યું હતું. પારુલ પટેલ અને નિતીન ભાઈએ દેશભક્તિ ગીત ગાઈ સહુનું દિલ જીતી લીધું હતું અને દરેક વિધ્યાર્થિઓઍ પોતાનો પરિચય પણ આપ્યો હતો ત્યારે જ્યોત્સનાબેન, ઓમકાર ભાઈ, રાજુભાઈ અને અન્ય શિક્ષકોએ યોગ્ય પ્રતિભાવ પણ આપ્યો હતો, તે સમયે અમે આપના ભવિષ્ય માટે ચિંતિત હતા એટલે મારતા પણ હતાં જ્યારે આજે ૨૧મી સદીમાં કોઈ બાળકને હાથ નથી લગાડી શકતા, આજના પ્રસંગે એક વર્ગમાં બેસી જૂની ભણવાની યાદી પણ ગુરુ શિષ્યોએ તાજી કરી અનેકના આંખોમાં હર્ષઘેલા આંશુ પણ નજરે પડ્યા હતાં. નીરવ પટેલ એ આજના બાળકો માટે મોટીવેશન સ્પીચ આપી હતી અને મયુરી પટેલ સાથે નાટ્ય કરી સહુને હસાવ્યા પણ હતાં, સમગ્ર કાર્યક્રમનું આયોજન નિરવ પટેલ અને નીતિન સિંધા એ કર્યું હતું. સ્ટેજ સહાયક તરીકે મયુરી પટેલ હતી તથા સંચાલન રાકેશ પટેલ કર્યુ હતુ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળાને લાયબ્રેરી માટે ખાસ સોફ્ટવેર ભેટ અપાયું છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આજે ગુરુ શિષ્યનું અનોખું મિલન દ્રશ્યમાન થતું રહ્યું હતું અને અંતે પ્રિતિભોજ બાદ ગુરુઓનો આશીર્વાદ લઈ સહુએ નમી આંખે વિદાઈ લેતા હતા તે દ્રશ્યો સામેવાળાને ભાવવિભોર કરતાં હતાં.
Comments