top of page

ભાજપ"ના સદસ્યતા અભિયાનમાં ૨૫૦ થી વધુ AAP, કોંગ્રેસ,મુસ્લિમ અગ્રણીઓએ કેસરિયો ધારણ કર્યો

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jul 12, 2022
  • 2 min read

ઓલપાડ તાલુકામાં કોંગ્રેસના "બાર સાંધે ત્યાં,તેર તૂટે"તેવા ઘાત,"આપ"નો ઉદય પહેલા જ અસ્ત

પેટા-સાયણ ખાતે કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશ અને કૃષિ મંત્રી મુકેશ પટેલે ઓલપાડના રાજકીય ગઢમાં ગાબડું પાડ્યું



ઓલપાડ,તા-૧૨ ઓલપાડ તાલુકામાં કોંગ્રેસના "બાર સાંધે ત્યાં,ફરી તેર તૂટે"તેવા ઘાત અને "આપ"નો ઉદય થાય તે પહેલા જ તાલુકા સંગઠનની આખી ફોજ ભાજપમાં જોડાતા "આપ"નો અસ્ત થવાની દહેશત વચ્ચે સાયણ ટાઉનમાં યોજાયેલ ભાજપના એક કાર્યક્રમમાં "આપ", કોંગ્રેસ અને મુસ્લિમ સમાજ મળી ૨૫૦ થી વધુ અગ્રણીઓ એ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.જેના પગલે ઓલપાડ તાલુકાના રાજકારણમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.

વિગત મુજબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલમાં ચાલી રહેલ સદસ્યતા અભિયાન-૨૦૨૨ અંતગત સાયણ ખાતે ભાજપ સદસ્યોની નોંધણી સહિત અન્ય કાર્યક્રમ ભારત સરકારના કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઇલ રાજયમંત્રી દર્શનાબેન જરદોશના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ખાતાના રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ,સુ.જિ.ભાજપ પ્રભારી ભરતભાઈ રાઠોડ,જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈ તથા મહામંત્રી યોગેશ પટેલ તેમજ ઓલપાડ ભાજપ પ્રમુખ બ્રિજેશ પટેલ અને મહામંત્રી મનહર પટેલની સંગઠન ટીમના નેતૃત્વમાં મોટી સંખ્યામાં સાયણ વિસ્તારના લોકોએ ભાજપ સદસ્યતાની ઓનલાઇન નોંધણી કરાવી હતી.આ કાર્યક્રમમાં રેલ્વે અને ટેક્ષટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને રાજ્ય સરકારના કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ખાતાના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં ૨૫૦ થી વધુ "આપ", કોંગ્રેસ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત વરિષ્ઠ વકીલો ભાજપમાં જોડાઈને કેસરિયો ધારણ કર્યો હતો.જયારે ઓલપાડ તાલુકામાં તદ્દન મરી પરવારેલ કોંગ્રેસના ગણ્યા ગાંઠિયા કાર્યકરો તેમજ ઓલપાડ તાલુકામાં પા...પા... પગલી માંડતા આમ આદમી પાર્ટીના કાર્યકરોની આખી ફોજને આ બંન્ને ભાજપ નેતાઓના હસ્તે કેસરી ખેસ પહેરાવી પ્રવેશ કરાવી આવકાર્યા હતા.જો કે આ બંન્ને મજબૂત ભાજપી નેતાઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પાડવામાં સફળ રહેતા ઓલપાડ તાલુકામાં કોંગ્રેસ અને "આપ"ના નેતાઓની હાલત કફોડી થતા તાલુકાના રાજકરણમાં ભૂકંપ સર્જાયો છે.


સાયણમાં કોણે-કોણે ભાજપનો કેસરિયો ધારણ કર્યો?

ઓલપાડ તા.પં.ની સીટ પરથી કોંગ્રેસ પક્ષે ચૂંટણી લડી હાર પામેલ દેલાડ ગામની મહિલા કિન્નરીબેન બળવંતભાઈ ઠાકોર, પરીઆ ગ્રા.પં.ના કોંગ્રેસી સરપંચ અનિલસિંહ ગોહિલ અને સિથાણ ગામના કોંગ્રેસી સરપંચ જીતેન્દ્ર બુધિયા રાઠોડ મળી ૧૦૦ જેટલા સમર્થકો સાથે ભાજપ નો ભગવો લહેરાવ્યો છે.જયારે સાયણના કોંગ્રેસી એડવોકેટ એન્ડ નોટરી નિલમ પ્રિતશ ઠક્કર,એડવોકેટ હિતેશ આહિર,સાયણના મુસ્લિમ સમાજના ૧૦૦ કોંગ્રેસી અગ્રણીઓ, સાયણના રાધેગૃપના ૨૦,મહાકાલ ગૃપના ૧૫ કોંગ્રેસીઓ મળી ૨૫૦ થી વધુ સમર્થકો ભાજપમાં જોડાયા હતા.જયારે ઓલપાડ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ કિશોર બોરડ,પાર્ટીના મહામંત્રી એડવોકેટ સુનિલ બારડ,બે મંત્રીઓ પૈકી પ્રવિણ મહાજન અને એડવોકેટ નિતિનભાઈ,યુવા મોરચા પ્રમુખ હિતેશ વાંસિયા અને વિદ્યાર્થી પાંખના પ્રમુખ વ્રજ પારખિયા સહિત આમ આદમી પાર્ટીની ફોજના ૨૦ થી વધુ નેતાઓએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

 
 
 

Recent Posts

See All
ગુજરાતની ત્રણ હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિએ ગુજરાતના શ્રીમતી કુમુદિની લાખિયા (મરણોત્તર)ને કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ, શ્રી લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રમાં પદ્મશ્રી અને...

 
 
 

Comentários


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page