બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર પર્વત ગામ દ્વારા મહા શિવરાત્રી નો કાર્યક્રમ યોજાયો......
- Praja Pankh
- Mar 2, 2022
- 1 min read
સચિન : મહા શિવરાત્રીના પાવન પર્વ પર આયોજિત બ્રહ્મા કુમારી પર્વત ગામ દ્વારા ગોડાદરા વિસ્તારમાં મહારાણા ચોક પાસે તા. ૨૬/૨/૨૨ થી ૨/૩/૨૨ સુધી પાંચ દિવસનો ૧૨ જ્યોતિર્લિંગ દર્શન સાથે અમરનાથ દિવ્ય દર્શન અને રાજયોગ અનુભૂતિનો કાર્યક્રમ બ્રહ્મા કુમારી પર્વત સેવા કેન્દ્ર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેના દર્શન માટે પર્વત તથા આજુબાજુના વિસ્તારના ધર્મ પ્રેમીઓની ભીડ ઉમટી પડી હતી જેથી દર્શન માટે સવારે ૯ થી રાતના ૧૦ સુધી ખુલ્લું રખાયું હતું. આ કાર્યક્રમનું ઉદઘાટન આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી તૃપ્તિ દીદી, વરાછા કેન્દ્ર સંચાલિકા, આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી સંગીતા દિદી પર્વત કેન્દ્ર સંચાલિકા, લાયન ડૉ. રવીન્દ્ર પાટીલ, માજી ડે. મેયર અને સેકન્ડ ડીસ્ટ્રિકટ ગવર્નર દિપકભાઈ પખાલે, ઉમેશભાઈ ગાંધી જોન ચેરપર્સન, નરેન્દ્ર જરીવાલા, રિઝનલ ચેરપર્સન, મહેન્દ્ર પ્રજાપતિ ડીસ્ટ્રિકટ ટ્રેજરર, ડૉ. મંગલા પાટીલ તથા સિમરન બેન, ડીસ્ટ્રિકટ ચેરપર્સન, લાલજીભાઈ જ્ઞાન જ્યોત સ્કૂલ ટ્રસ્ટી અને ડો. ભાવેશ ભાઈ તથા અન્ય અગ્રણી સમાજ સેવીઓ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમના દીપ પ્રાગટ્ય બાદ સહુ ભાવિક ભક્તો અને મહેમાનોએ દિવ્ય ઝાંખીનાં દર્શન કર્યા હતાં. બાદમાં રાજ યોગ અનુભૂતિ સાથે પ્રભુ બાબાના ઘરની પ્રસાદી સ્વીકાર કરી હતી સમગ્ર કાર્યક્રમના આયોજક બ્રહ્માકુમારી પર્વત ગામ કેન્દ્ર હતું.....
Kommentarer