top of page

બારડોલી, કડોદરા, તરસાડી અને માંડવી નગરપાલિકાની ૧૧૬ બેઠકોની ચૂંટણીમાં કુલ ૧,૦૧,૯૧૬ મતદારો મતદાન કરશે

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Feb 16, 2021
  • 1 min read

સુરત:મંગળવાર: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય/પેટાચૂંટણી માટે આગામી તા.૨૧ અને ૨૮ ફેબ્રુ.ના રોજ સવારના ૭-૦૦ થી સાંજના ૦૬-૦૦ કલાક દરમિયાન મતદાન યોજાશે. તરસાડી, બારડોલી કડોદરા અને તેમજ બારડોલી નગરપાલિકાના ૯ વોર્ડની ૩૬ બેઠક, કડોદરા નગરપાલિકાની ૭ વોર્ડની ૨૮, માંડવી નગરપાલિકાની ૬ વોર્ડની ૨૪ અને તરસાડી નગરપાલિકાની ૭ વોર્ડની ૨૮ બેઠકો એમ કુલ ૧૧૬ બેઠકોની ચૂંટણીમાં કુલ ૧,૦૧,૯૧૬ મતદારો મતદાન કરશે. કુલ ૧૦૫ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથક દીઠ ૯૭૧ મતદારો નોંધાયા છે.

ચાર નગરપાલિકાની ચૂંટણી કામગીરી માટે કુલ ૧૦૫ મતદાન મથકોમાં ૧૦૫ પ્રિસાઈડિંગ ઓફિસરો, ૧૩ રિઝર્વ પ્રિસાઈડિંગ ઓફિસરો, ૧૦૫ આસિ.પ્રિસાઈડિંગ અને ૧૩ રિઝર્વ આસિ. પ્રિસાઈડિંગ ઓફિસરો, ૨૨૦ પોલિંગ ઓફિસરો, ૭૭ રિઝર્વ પોલિંગ ઓફિસરો સહિતનો સ્ટાફ ફરજ બજાવશે.

 
 
 

Kommentare


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page