top of page

બાંધકામ ચેરપર્સન રોહિણી બેન પાટીલ હસ્તે વૃક્ષા રોપણ કાર્યક્રમ થયો..

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jun 27, 2021
  • 2 min read






સચિન પ્રજાપંખ : કનકપુર ખાતે ઉત્તર ભારતિય જન સમુદાયના મહા પર્વ છઠ પૂજા તથા બિજા અનેક ધાર્મિક કાર્યો અર્થે એક તળાવ વર્ષો જુનુ છે. અહી ધાર્મિક ભાવના સાથે પર્યાવરણની જાળવવી અંગે જાગૃતતા કેળવાય તે હેતુ થી વિવિધ પર્યાવરણ લક્ષી કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. જેથી આજે ગણેશ ચતુર્થી નિમિત્તે શ્રી રામ નગરના આ હનુમાન તળાવના આજુ૦ બાજુના ખુલ્લા મેદાનમાં વ્રુક્ષા રોપણ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો અને અહી આજથી ૧૦૦ જેટલા જુદા-જુદા વૃક્ષો રોપવામાં આવશે. આજે શરુઆતમાં ૧૧ લિમડાઓના રોપાઓનું રોપાણ પધારેલ મુખ્ય મહેમાન હસ્તે કરવામા આવ્યુ છે. આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી રોહિણીબેન છોટુભાઇ પાટીલ ચેરપર્સન બાંધકામ સમિતિ, સુરત મહાનગર પાલિકા અને છોટુભાઇ ઇ.પાટીલ, મા. ઉપ પ્રમુખ સુરત મહાનગર સંગઠન, એન..આર. યુ. સી સી. (ઇંડિયન રેલ્વે) સદસ્ય, શિવાજી સ્મારક સમિતિ પ્રમુખ ની વિશેષ ઉપસ્થિતી રહી હતી અને બે મિનિટના તેમના પ્રાસંગિક પ્રવચનમાં આજે વધુમાં વધુ વ્રુક્ષો વાવી હરિયાળું કનકપુર બનાવવાની વાત કરી હતી, તળાવના ડેવલોપની પણ એમણે ચર્ચા કરી અને શ્રી રામ હનુમાન છઠ પૂજા સમિતિ-સચિન કનકપુરના પ્રમુખ ચંદ્ર કિશોર સિંહ તથા અન્ય પદાધિકારીઓ દ્વારા આ તળાવને ડેવલોપ કરવાનો લેટર આપવામાં આવ્યો છે. છઠ પૂજા સંસ્થા દ્વારા સમાજ ઉપયોગી પ્રવુતિઓ પણ થાય છે જેથી અહી તળાવનો ડેવલોપ બહુ જ જરુરી છે. તેમજ હવે પછી મહાનુભાવોના હસ્તે ,વડ ,પીપળો, કણજી, રાયણ, જાંબુડો, લિમડા જેવા અલગ અલગ બીજા વ્રુક્ષો વાવવામાં આવશે એવું ચંદ્ર કિશોર સિંહે જણાવ્યુ છે, આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી રોહિણીબેન છોટુભાઇ પાટીલ ચેરપર્સન બાંધકામ સમિતિ, સુરત મહાનગર પાલિકા અને છોટુભાઇ ઇ. પાટીલ, મા. ઉપ પ્રમુખ સુરત મહાનગર સંગઠન, એન..આર. યુ. સી સી. (ઇંડિયન રેલ્વે) સદસ્ય અને શિવાજી સ્મારક સમિતિ પ્રમુખ ની વિશેષ ઉપસ્થિતી રહી હતી સાથે સાથે અતિથી તરીકે મહાનગર પાલિકાના કાયદા સમિતિ ચેરમેન હસમુખભાઇ નાયકા, ચિરાગસિંહ સોલંકી – ટીપી સમિતી સદસ્ય, અને રીનાબેન રાજપૂત પાણી સમિતિ સદસ્ય અને ગુજરાત પ્રદેશ કારોબારી આમંત્રિત સદસ્ય જયરાજબા કુંવરબા સોલંકીની ઉપસ્થિતી રહી હતી ઉપરાંત વોર્ડ નં.૩૦ ના સંગઠન પ્રમુખ દિપક ચૌધરી, મહામંત્રીઓ, ખજાનચી અને પદાધિકારીઓ અને છઠ પૂજા સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 
 
 

Comentarios


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page