બે દિકરિઓને પરીવાર સાથે સુખદ મેળાપ કરાવતાં ધનસુખભાઇ પટેલ, સચિન પોલિસ સ્ટેશનની સુચકતાથી.....
- Praja Pankh
- Jun 15, 2022
- 1 min read

સચિન પ્રજા પંખ : આજ રોજ ૧૫-૦૬-૨૦૨૨ સચીન વિસ્તારના હૈદર ગંજ શાળા પાસેથી ખોવાયેલ બાળકી ને શોધવામાં સચીન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર. આર. દેસાઈ સાહેબ ના માર્ગદર્શન મા PSI શ્યામલ આઇ દેસાઈ અને PSI હિરેનભાઈ મચ્છર સાહેબ ના ઓ તેમની તમામ ટીમનું ગ્રુપ બનાવીને અલગ અલગ વિસ્તાર માં બાળકીને શોધખોળ કરવા માટે મોકલી આપેલ અને બધીજ જગ્યાઓ પર શોધવા માટે પોલીસ ની ટીમ અને મીડિયા ના ભાઈઓ તથા તેમના સગા વાળાઓ સાથે રહી શોધખોળ કરતાં હતાં તેમાં એફ.ઓ. પી. ના સોશિયલ મીડિયામાં દર્શાવેલ ફોટા જોઇને બાળકી તલંગપુર ગામ માં મળી આવેલ હતી જેમાં ઉમ્બર ગામના માજી સરપંચ અને સેવાધારી સમાજ સેવક અને રોટરી આર સી સી ના પદાધિકારી અને બક્ષિ પંચ મોરચાના કારોબારી સદસ્ય ધનસુખભાઈ પટેલ ને એમના સગાના ત્યાંથી બાળકીઓના વાવળ મળતા જેઓ પણ પોતાના ગામના છોકરાઓ ને સાથે બેબીઓને સાથે રાખી ને 1.5 કલાક બાળકીના વાલી ને શોધતા રહ્યા હતા એ દરમિયાન સચિન પોલીસ દ્વારા એફ.ઓ. પી. ના સોશિયલ મીડિયામાં દર્શાવેલ ફોટા ફરતા એ મેસેજ ને ધનસુખભાઇએ જોઈને તેઓએ સચિન પોલીસ સ્ટેશન સંપર્ક કરેલ અને બાળકીને સચિન પોલીસ સ્ટેશન લાવી તેમના માતા-પિતાને સહી સલામત સોંપવામાં આવેલ હતી જેમાં બાળકીના પિતાએ સહુ મદદ કરનારનો ખુબ ખુબ આભાર માન્યો હતો આમ એક સમાજ સેવી ધનસુખભાઇ પટેલે અને સચિન પોલીસ પરિવારે બાળકીના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું, આવા મિત્રોને અને સચિન પોલીસ સ્ટેશનને સરાહનીય કામગીરી બદલ પ્રજા પંખ અખબાર અને સામાજીક સંસ્થાઓ વતી આભાર અને અભિનંદન આપીએ છીએ.
આવીજ રીતે સોશિયલ મીડિયા નો સદ ઉપયોગ કરી એક સારું ઉદાહરણ પૂરું પાડેલ છે
Comments