બુઝુર્ગો કા હમસફર "ની સંગીત સુરાવલી "સુરમયી સફર " નો સંગીતમય કાર્યક્રમ સુરતમાં યોજાયો
Updated: Sep 29, 2021

મધુર સંગીતમય કાર્યક્રમનું આયોજન હરિઓમ વરિષ્ઠ નાગરિક પરિવાર કેન્દ્ર ,સુરત તરફથી" થયું હતું જેમાં વીતેલા જમાનાના યાદગાર , અવિસ્મરણીય જુના સુ મધુર ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.

સચિન પ્રજાપંખ : હરિઓમ વરિષ્ઠ નાગરિક પરિવાર કેન્દ્ર સુરત તરફથી સભ્યો માટે ફેમિલી ફિઝિશિયન એસોસિયેશન સુરત ના પ્રોજેક્ટ "બુઝુર્ગો કા હમસફર "ની સંગીત સુરાવલી "સુરમયી સફર " નો સંગીતમય કાર્યક્રમ જીવન ભારતી રંગ ભવન ખાતે રવિવારે આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં, વીતેલા જમાનાના યાદગાર ,અવિસ્મરણીય જુના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.
હરિ ઓમ વરિષ્ઠ નાગરિક પરિવાર કેન્દ્રના પ્રમુખ
શ્રી કૃષ્ણા કાંત છત્રપતિ એ સૌને આવકાર્યા હતા , અને સંસ્થાનોં ગત વર્ષ દરમિયાન નો અહેવાલ રજૂ કર્યો હતો. કાર્યક્રમના પ્રથમ, પ્રતિભા વ્યાસ અને હિના શાહે પ્રાર્થના રજૂ કરી હતી. સુષ્મા સોની એ સંચાલન અને આભારવિધિ દિનેશ મોદીએ કરી હતી. હોલમાં
તબીબો દ્વારા રજૂ કરવામાં આવેલા મનભાવન અને લોકપ્રિય જુના ગીતો નો રસાસ્વાદ હાજર રહેલા સૌ સભ્યોએ ખૂબ માણ્યો હતો. "સુરમયી સફર "ના કાર્યક્રમ ની રજૂઆત પોતાની આગવી શૈલીમાં
ડો.જયેન્દ્ર કાપડિયાએ, જ્યારે સંકલન ડો દિપક તોરાવાલા એ કર્યું હતું. સુરીલા, ઓલ્ડ ઈઝ ગોલ્ડ જેવા સદાબહાર ગીતો આજે પણ ગીતના બોલ અને સુ - મધુર સંગીત દરેકના જીવનમાં તાજગી બક્ષે દે છે એવું સંસ્થાના ડો. જયેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું....



Comments