top of page

બીજેપી સ્થાપના દિન નિમિત્તે વોર્ડ-30 માં વિવિધ કાર્યક્રમો યોજાયા

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Apr 6, 2021
  • 2 min read


આજે ભારતીય જનતા પાર્ટી, સ્થાપના પર્વ તરીકે સુશાસન પર્વ નામે ઉજવણી કરી રહી છે. આજે 41 વર્ષ પૂર્ણ થયા છે અમે સંગઠન અને સત્તા દ્વારા સેવા કરીએ છીએ જે બીજેપીનો મૂળ ઉદેશ છે.: ગુજરાત બીજેપી પ્રદેશ આમંત્રિત સદસ્ય એવા અનુબેન ઉર્ફે જયરાજબા કુંવારબા સોલંકી




સચિન : બીજેપી સ્થાપના દિન નિમિત્તે વોર્ડ-30 ના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તે પહેલા થોડો ઈતિહાસ જાણીએ તો રાજકારણના ઇતિહાસમાં 1951 વર્ષ મહત્વનુ રહ્યું કેમ કે, ત્યારે જનસંઘની સ્થાપના થઈ પછી આગળ નવો વળાંક આવ્યો જ્યારે છઠ્ઠી એપ્રિલ ૧૯૮૦ આવી તે દિવસે લગભગ 5 દાયકા પહેલા બી.જે.પી. ની આ સત્તાધારી પાર્ટીનો ઉદય થયો હતો જેનો ઇતિહાસ પણ અત્યંત રસપ્રદ છે. જેમાં ખાસ કરીને નવી પેઢી દ્વારા ભાજપ જ્યારે આજે તેનો સ્થાપના દિન દેશ વિદેશમાં ઉજવી રહ્યું છે ત્યારે ભૂતકાળ પર પણ એક નજર કરીએ તો. સહુ પ્રથમ તો શ્યામા પ્રસાદ મુખર્જીએ ૧૯૫૧માં જન સંઘની સ્થાપના કરી અને આ જન સંઘને ભાજપની જનેતા માનવામાં આવે છે. જ્યારે ભારતમાં માજી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી લગાવી પોતાના વિરોધીઓ વધારયા હતા તે દરમિયાન ૧૯૭૭માં અનેક નાની પાર્ટીઓ ભેગી થઈ જન સંઘનો જનતા પાર્ટીમાં વિલય કરવામાં આવ્યો. પછી 1980 માં માજી લોકપ્રિય વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીના નેતૃત્વમાં ભાજપની સ્થાપના થઈ હતી. આ સમયે શ્રદ્ધેય બાજપેયીજીની ઉદાર હિન્દુત્વવાદી નીતિએ સમાજમાં સારી છાપ છોડી જેથી ભાજપે કટ્ટર હિન્દુત્વનો માર્ગ અપનાવ્યો અને તેના સારા પરિણામો આવવા લાગ્યા. એટલે ૧૯૯૯માં બાજપેયીના નેતૃત્વમાં ઉદાર હિન્દુત્વની નીતિ સાથે અનેક પક્ષો ભેગા મળ્યા અને નેશમલ ડેમોક્રેટિક એલાય્નસ (NDA) ની સ્થાપના કરાઇ જે આજદિન સુધી યથાવત રહી છે.



એમની સામે એક દાયકો કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએનો રહ્યો અને આ સમયગાળો ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી ખરડાયેલો કહેવાયો જેથી ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વને ભારતની જનતાએ ૨૮૨ બેઠકોની જંગી બહુમતી મળી ત્યારથી આજે 2021ના સુધી એકધારી જંગી બહુમતી મતદારો આપી રહ્યા છે.

આજે 6 એપ્રિલના દિને વોર્ડ-30ના ભાગ સચિન કનકપુર તથા અન્ય જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાન, ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં આવેલ દર્દીઓને કે કોરોના તપાસ અર્થે આવેલાઓને ફળફૂટ વિતરણ તેમજ અન્ય સેવાકીય પ્રવૃતિ આજે કરી રહ્યા છીએ એવું ગુજરાત બીજેપી પ્રદેશ આમંત્રિત સદસ્ય એવા અનુબેન ઉર્ફે જયરાજબા કુંવારબા સોલંકીએ જણાવ્યુ હતું,



સ્થાપના દિન નિમિત્તે આજના કાર્યક્રમમાં મનપા કાયદા સમિતિ ચેરમેન હસમુખભાઇ શંકરભાઇ નાયકા, ટી.પી. સમિતિ સદસ્ય ચિરાગસિંહ હરિશસિંહ સોલંકી, પાણી સમિતિ સદસ્ય રીનાબેન અજીતસિંહ રાજપૂત તેમજ પિયુષાબેન ભરતભાઇ પટેલ, તથા અન્ય પદાધિકારીઓમાં પ્રમુખ દિપક ચૌધરી, મહામંત્રી મોહનભાઇ પટેલ અને પ્રણવસિંહ વાંસીયાં, માજી નગર સેવક મુકેશ પટેલ, રામસિંહ રાજપુરોહિત અને મુકેશસિંહ, કિશોરસિંહ તેમજ રાહુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.





 
 
 

Recent Posts

See All
ગુજરાતની ત્રણ હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિએ ગુજરાતના શ્રીમતી કુમુદિની લાખિયા (મરણોત્તર)ને કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ, શ્રી લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રમાં પદ્મશ્રી અને...

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page