top of page

બાઇકરેલીનું પુષ્પ વર્ષા સાથે ઉષ્માભર્યુ સ્વાગત કરાયું. . . .

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Oct 26, 2021
  • 2 min read

સચિન ભાટીયા ખાતે 25 જવાનો સહીત રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે ભારત માતાકી જય દ્વારા બાઇકરેલીનું પુષ્પા વર્ષા સાથે ઉષ્માભર્યુ સ્વાગત કરાયું. . . .


સરદાર પટેલની 146મી જન્મ જયંતિ નિમિતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે શરૂ થયેલ આ બાઇક રેલી સરદાર પટેલને સ્મરણાંજલી છે. આ રેલી થી દેશમા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ જશે જેથી સુરત ભાટિયા ચેક પોસ્ટ ખાતે પધારતી આ અવિસ્મર્ણીય રાષ્ટ્રીય એકતા યાત્રા એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાર્થક કરે છે.. : જે કે પંડ્યા એફ ડિવિઝન, શરદ સિંધલ સેકટર 2 અને એચ ડી મેવાડા. ટ્રાફીક ડીસીપી,


સચિન પ્રજાપંખ દ્વારા : સચિન ભાટીયા ખાતે 25 જવાનો સહીત રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે ભારત માતાની જય દ્વારા બાઇકરેલીનું પુષ્પ વર્ષા સાથે ઉષ્માભર્યુ સ્વાગત કરાયું. લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 146મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલ રાષ્ટ્રીય એકતા દિવસની ગુજરાત પોલીસ દ્વારા આયોજિત રાષ્ટ્રીય એકતા બાઇક રેલી કે જેનાં 25 જેટલા જવાનોએ રાષ્ટ્રીય એકતાના પવિત્ર સંદેશ સાથે ભારત માતાની જયના નાદ રવાના થયેલ રેલી આજે ભાટીયા આવી પહોંચી હતી. આ બાઇક રાઇડરોની રેલીમાં 25 જવાનો સાથે છ મહિલાઓ છે. તેઓ સ્વતંત્રતા સંગ્રામ અને સરદાર વલ્લભભાઈ સાથે સંકળાયેલા બારડોલી ભીમરાડ જેવા અનેક સ્થળોએ જઈને 31મી ઓક્ટોબરે કેવડિયા ખાતે ભવ્ય સન્માન સમારોહનો કાર્યક્રમમાં ફેરવાશે. તે પહેલા આજે સરદાર સાહેબની કર્મભુમી બારડોલીથી સીધી ભાટીયા ચેક પોસ્ટ પાસે આ બાઇક રેલી પોહંચી હતી જેને સત્કારવા સુરત શહેર પોલિસ કમિશ્નર કચેરી અને સ્થાનિક સચિન પોલિસ સ્ટેશન પરીવાર, સ્થાનિક ભાટીયા સ્કૂલ, એલ.ડી.હાઇ સ્કૂલ પરીવાર અને સ્થાનિક નગરજનો ઉમટી પડ્યા હતાં. જેમનું ભવ્ય ઉષ્માભર્યુ સ્વાગત કરી ભારત માતાકી જય ના નારા ગુંજી ઉઠ્યા હતાં. આ સચિન પોલીસ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાનિક અગ્રણીઓ, પદાધિકારીઓ અને પોલિસ અધિકારીઓમાં જે. કે. પંડ્યા એફ ડિવિઝન, શરદ સિંધલ અને ટ્રાફીક ડીસીપી એચ. ડી. મેવાડા સહીત સમગ્ર સચિન પોલિસ સ્ટેશન પરીવાર ઉપસ્થિત રહ્યો હતો. સહુએ જય ઘોષ અને પ્રાર્થના સાથે બાઇક રેલીના જવાનોનુ જાહેર તથા પ્રવચનો દ્વારા સન્માન કર્યું હતું. જેમાં સહુએ ભારત માતા કી જય સાથે 1170 કિ.મી.નું અંતર કાપીને જઇ રહેલા જવાનોને પુષ્પ વર્ષા સાથે શુભેચ્છા આપી હતી. સરદાર સ્ટેચ્યુનો ઇતિહાસ જાણીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીએ 562 રજવાડાઓનું એકત્રી કરણ કરનારા અખંડ ભારતનાં શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની કોઠાસુઝને અમર કરી દીધી છે. આ સ્ટેચ્યુની વિશેષતા એ છે કે, ગુજરાત વિધાનસભામાં 182 વિધાન સભ્યોની જેમ વિશ્વની સૌથી ઉંચી આ 182 ફુટના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 135 મેટ્રિક ટન લોખંડ એકત્રિત કરીને તેમાથી 109 મેટ્રિક ટન લોખંડ વાપરી ખેડૂતોના ઓજારોમાંથી લોહપુરૂષની પ્રતિમા બનાવી સરદાર વલ્લભભાઈ પટેલને અનોખી શ્રદ્ધાંજલિ અપાઇ છે. સ્થાનિક સચિન પોલિસ સ્ટેશનના પી.આઇ. કે.બી. ઝાલાના જણાવ્યા મુજબ સુરત પોલિસ કમિશ્નરશ્રી ની સુચના અને માર્ગદર્શન મુજબ સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ હેઠળ સમગ્ર દેશમાંથી જેમ કે, કાશ્મીર ઉરી, ત્રિપુરા, કન્યાકુમારી અને આપણાં ગરવી ગુજરાતનાં કચ્છ લખપત ખાતેથી પણ રાષ્ટ્રીય એકતા બાઇક રેલીનું પ્રસ્થાન કરાયું છે ત્યારે એ બાઇક રેલીના જવાનોનું સ્થાનિક નગરજનો અને અધિકારીઓ દ્વારા ઉમળકાભર્યુ ભવ્ય સ્વાગત કરી દેશની એકતા સંદેશમાં સચિન પોલિસ સ્ટેશન પણ એક રાહબર બન્યું જે પોલીસ સ્ટેશન માટે આનંદની વાત છે. અમારા ઉચ્ચઅધિકારીઓ સાથે સચીન પોલિસ મથકના પોલિસ કર્મિઓ અને પીએસઆઇ કક્ષા સહિતના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા જણાવ્યું હતું. આ બાઇક રેલી દરમિયાન પોલીસ જવાનોનો જોશ વધારવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન પોલિસ ઇન્સપેકટર કે. બી. ઝાલા અને પોલીસ સ્ટેશન સ્ટાફે કર્યું હતું આ રેલી આવતાજ ભારત માતા કિ જય સાથે પુષ્પવર્ષા કરીને જવાનોને શુભેચ્છા પાઠવી હતી.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page