બળાત્કાર કરી નાસતો ફરતો આરોપી સચિન પોલીસનાં સિકંજામાં ફસાયો.....

દિલ્હી ગાંધીનગર પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હાનો નાસતો ફરતો હતો આ આરોપીને સુરત શહેર સચીન પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી કરી....
પ્રજાપંખ સચિન : મે,પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૦૨ સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૬ સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશ્નર "આઈ" ડીવિઝન સાહેબશ્રી નાઓએ ગુન્હાના નાસતાં ફરતાં આરોપીઓને પકડવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને પો.ઇન્સ આર.આર.દેસાઇ નાઓની સૂચના આધારે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ એચ.જે.મચ્છર ના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો.વિજયસિંહ ભગવાનભાઇ તથા અ.પો.કો. જયસુખભાઈ કેશુભાઈ નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે, દિલ્હી ગાંધીનગર પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપી નામે અલીબુલ સેરાજુલ અંસારી ઉ.વ.૨૨ રહે હાલ સુડા સેકટર ૨ સચીન સુરત નાઓ સચીન તુલસી હોટની બાજુમાં આવેલ બાબા હોન્ડા શોરૂમ પાસે થોડીવારમાં આવનાર છે જેથી મળેલ બાતમી આધારે ફિલ્મી ઢબે જાલ બિછાવી સંયુક્ત ટીમ મળીને એ આરોપીને ઝડપી પાડી અત્રેના સચીન પો.સ્ટે ખાતે લઇ આવી તેને ગુના બાબતે પુછતા દીલ્હીના ગાંધીનગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૨૫/૨૦૨૩ ઇ.પી કો કલમ-૩૭૬ મુજબનો ગુન્હો કબુલાત કરતા દિલ્હી પોલીસને સોંપી ખુબજ પ્રશંસનીય કામગીરી કરવામા આવી છે. આ સરહાનીય
કામગીરીમાં સામેલ પોલીસ અધિકારી/કર્મચારીઓ જેમાં
(૧) પો.ઇ-સશ્રી આર.આર.દેસાઇ (૨) પો.સ.ઈ શ્રી એચ.જે.મચ્છર
(૩) એ.એસ.આઈ.પિતામ્બર વ્યંકટ
(૪) એ.એસ.આઈ.કિશોર માધવરાવ (૫) અ.હે.કો. ઈન્દ્રજીતસિંહ અમરસંગ (૬) અ.હે. કો. સહદેવસિંહ ગજેન્દ્રસિંહ (૭) અ.હે.કો. ગજેન્દ્રદાન ગંભીરદાન (૮) અ.પો.કો મુકેશકુમાર શિવાજી (૯) અ.પો.કો. કલ્પેશ બાપુરાવ (૧૦) અ.પો.કો દશરથભાઈ માવજીભાઈ (૧૧) અ.પો.કો રામશીભાઈ જગમાલભાઈ અને (૧૨) અ.પો.કો કિશનકુમાર જયદેવભાઈ હતાં જેમણે એક ટીમ વર્ક માં કામ કરી દિલ્હી પોલીસ ને આરોપી સોંપી બેસ્ટ કામગીરી કરી છે.



Comments