પોસ્કો નાં ફરાર આરોપી ને જામીન અપાવતાં એડવોકેટ પાલ બંધુઓ.....
- Praja Pankh
- Feb 2, 2022
- 1 min read

પાંચ વર્ષથી ફરાર આરોપીને પોસ્કો ના કેસમાં વિવિધ શરતોને આધીન જામીન મળ્યા સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઈપીકોની કલમ 363 366 ૩૭૬ ધી પ્રોટેક્શન ચિલ્ડ્રન ફોમ સેક્સ્યુઅલ offence એક્ટ ની કલમ ૪,૫,6 મુજબ ગુનાના કામના આરોપી નામે ભરત કૈલાસ મોહતી ના વિરુદ્ધ એફ.આઇ.આર રજીસ્ટર 2016માં કરવામાં આવેલ અને તેની ધરપકડ 2022 ના કરવામાં આવેલ આરોપી તરફે એડવોકેટ મનોજ પાલ તથા શૈલેષ પાલ દ્વારા ચાર્જશીટ પહેલા નામદાર સુરતના ડિસ્ટ્રિક્ટ કોર્ટ સુરતમાં જામીન અરજી કરવામાં આવેલ અને આરોપી તરફે બચાવ રજુ કરેલ કે હાલના અરજદાર આરોપીનો એફઆઇઆરમાં બળાત્કાર અંગેનો કોઈ રોલ નથી. આરોપીને ખોટી રીતે આરોપી તરીકે સંડોવી દેવામાં આવેલ છે આરોપીનો કોઈ પૂર્વ ગુનાહિત ઇતિહાસ નથી અને આરોપીને જામીન મુક્ત કરવામાં આવે તો પ્રોસીક્યુશન ને કોઈ નુકસાન નથી અરજદાર આરોપી નિર્દોષ છે એફઆઈઆરની મૂળ ફરિયાદ અને ભોગ બનનાર બાળાને આરોપીને જામીન મુક્ત કરવા અંગે જામીન અરજીનો વિરોધ પણ નહીં કરવામાં આવેલ તમામ પક્ષકારોની રજૂઆતના ધ્યાનમાં લઇ સુરતના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા દસ હજાર રૂપિયાના જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરવામાં આવેલ
Comments