પોલીસ દ્વારા સચિન ખાતે ખાદ્ય સામગ્રી વેચતી દુકાનોની તપાસ હાથ ધરી નમૂના લેવાયા. કમિશ્નર ગેહલોત માર્ગદર્શનમાં સુરત શહેર પોલીસ અને સુરત મહાનગર પાલિકાની સુરત શહેરમાં સયુંકત કામગીરી....
- Praja Pankh
- Jun 20, 2024
- 2 min read

DCP ઝોન 6 રાજેશ પરમાર દ્વારા બાળકો ને બાહરી ફૂડ નહિ ખાવું તેવી સમજણ પણ આપી.

પ્રજા પંખ સચિન : આજકાલ શાળાના વિદ્યાર્થીઓ વધુ પડતો ખોરાક જંગફૂડ લારી ગલ્લા, કે દુકાનોમાંથી ખરીદીને ખાય છે, જેની ગુણવત્તા ઘણીવાર અપર્યાપ્ત હોય છે. આ ખોરાકની નીચી ગુણવત્તાને કારણે બાળકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે. આ સમસ્યાને ધ્યાને લઈને સુરત પોલીસ અને મહાનગર પાલિકાએ સચિનના શાળાઓની આસપાસની ચાની લારીઓ અને ખાદ્ય સામગ્રી વેચતી દુકાનોની તપાસ હાથ ધરી છે. આજે સચિન ખાતે ઝોન ૬ ડીસીપી રાજેશ પરમાર, તથા નવનિયુક્ત સચીન પીઆઈ પીએન વાઘેલા, તથા સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા એલડીશાળાની સામેની દુકાનોમાં તપાસણી કરી નમૂના લેવામાં આવ્યા છે. ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું કે પોલીસ કમિશનરશ્રી માર્ગદર્શનમાં સુરત પોલીસ અને મહાનગર પાલિકા દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી રહ્યા છીએ. જેમાં નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. શાળા ની આસપાસના વિસ્તારમાં ચાની લારીઓ, ફૂટ લારીઓ અને ખાદ્ય સામગ્રી વેચતી દુકાનોમાંથી વિવિધ ખાદ્ય વસ્તુઓના નમૂનાઓ લેવામાં આવ્યા છે. પ્રારંભિક તપાસમાં આ નમૂનાઓને પ્રથમ દ્રષ્ટિએ ચેક કરવામાં આવ્યા હવે આગળ આ નમૂનાઓને સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવશે જ્યાં તે ગુણવત્તા અને સલામતી માટે વિશ્લેષિત કરાશે. અને ખરા પરિણામો લેબોરેટરી રિપોર્ટ પછી જ ચોક્કસ થઈ શકશે.લેબોરેટરીના પરિણામો પ્રાપ્ત થયા બાદ, આ નમૂના ઓના ગુણવત્તા પર ધ્યાન આપીને વિગતવાર રિપોર્ટ તૈયાર કરાશે અને જ્યાં ગુણવત્તાની હાનિ જોવા મળશે, ત્યાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જરૂર પડે તો લારીઓ અને દુકાનોની લાઈસન્સ પણ રદ કરવામાં આવશે. આજના બાળકો અને તેમના માતા-પિતાઓને સુરક્ષિત ખોરાક પસંદગી અંગે જાગૃત કરવાની આ એક પહેલ છે. આ કાર્યક્રમ ૩૦ દિવસ સમગ્ર સુરત શહેરમાં જુદી જુદી ટીમ દ્વારા ચાલશે. પોલીસના આ પગલાં એ બાળકોના સ્વાસ્થ્ય માટે સકારાત્મક છે. સુરત પોલીસ અને મહાનગર પાલિકાનો આ સંયુક્ત પ્રયાસ સ્વાસ્થ્ય અને સલામતી માટે મહત્ત્વપૂર્ણ છે, અને આના થકી શાળાના બાળકોને ગુણવત્તાસભર ખોરાક ઉપલબ્ધ થશે.
Comments