top of page

પ્રવાસી ઓડિયા સમાજ ટ્રસ્ટ અને જગન્નાથ સેવા ટ્રસ્ટ ઉપક્રમે નિઃશુલ્ક વેક્સિન કેમ્પનું સફળ આયોજન થયું

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Mar 29, 2021
  • 2 min read

blob:https://web.whatsapp.com/38cc4cc3-5e47-4a02-bed2-acb73373531a



- ૪૫ વર્ષથી વધુ વયના લોકોએ સરકારી ગાઈડલાઈન મુજબ પ્રથમ ડોઝ લીધો : મનપા કમિશ્નર તથા ડેપ્યુટી કલેકટરની વિશેષ ઉપસ્થિતિ રહી


સચિન : સમગ્ર રાજ્યમાં ફરી કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે સુરત મનપા વિસ્તારમાં કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા વિવિધ સામાન્ય સંસ્થાઓ કંપનીઓ સહિત અલગ-અલગ સમાજ દ્વારા નિઃશુલ્ક કોરોના વેક્સીન અંગેના કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરત સચિન કનકપુર ના પ્રવાસી ઓડિયા સમાજ ટ્રસ્ટ અને જગન્નાથ સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે જગન્નાથ મંદિર સ્થળે ૪૫ વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને કેમ્પ યોજી કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં 500 થી વધુ લોકોના રજીસ્ટ્રેશન પહેલાથી કરવામાં આવ્યાં હતાં અને મોટીસંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ત્યારે સાંજ સુધીમાં 203 લોકોએ કોરોના વેક્સીન લીધી હતી આ તકે મુખ્ય મનપા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ તથા મનપા સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી. જ્યારે આ આયોજનને સફળ બનાવવા પ્રવાસી ઓડીસા સમાજ ટ્રસ્ટ ના અગ્રણી પ્રમુખ પ્રદીપકુમાર સાહુ, સેક્રેટરી સ્વાતિબેન (એડ્વોકેટ) તથા તેમનું મહિલા મંડળ ઉપરાંત સ્થાનિક અગ્રણી ભગીરથ બહેરા, લક્ષ્મણભાઇ, ટીલુભાઈ અને ગોપીભાઈ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી, વડીલોને લાવવા લઈ જવા ખાસ બસની વ્યવસ્થા પણ મનપા દ્વારા કરાઇ હતી. અહી મનપાની આરોગ્ય ટિમ, સુરત મનપા કમિશ્નર બંછાનીધી તેમજ સુરત કલેકટર વિભાગ માંથી ડે. ક્લેક્ટર રાજેશ બારોટની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર ઓડીસા સમાજ અને મનપા ના સંયુક્ત ઉપક્રમે કોરોના વેક્સીનનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો જેમાં મોટીસંખ્યામાં ઓડીસા તથા અન્ય સમાજના વડિલ આગેવાનો અને યુવાઓએ કોરોનાથી બચવા રસીકરણનો પ્રથમ ડોઝ લીધો હતો આ તબક્કે સુરત મનપા કમિશ્નર બંછાનીધી તેમજ સુરત ડે. ક્લેક્ટર રાજેશ બારોટની વિષેશ ઉપસ્થિતિ રહી હતી અને એમણે જણાવ્યુ હતું કે ઓડીસા સમાજની પહેલ સારી થઈ છે અન્ય સમાજે પણ આગળ આવવું જોઈએ અને કોરોના થી સમાજના લોકોને બચાવવા જોઈએ, વધુમાં પ્રદીપ સાહુએ કહ્યું કે, સુરતમાં ત્રણ ઠેકાણે અને કનકપુરમાં ચોથો આવા 5 કેમ્પો યોજયા છે આજે બધાયે કોઈપણ જાતની અફવા કે ડર વગર કોરોના વેક્સીન લેવા અનુરોધ કર્યો હતો અને સેક્રેટરી સ્વાતીએ કહ્યું કે આ કેમ્પમાં 500 થી વધુ લોકોના રજીસ્ટ્રેશન પહેલાથી કરવામાં આવ્યાં હતાં અને મોટીસંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ત્યારે સાંજ સુધીમાં 203 લોકોએ કોરોના વેક્સીન લીધી હતી દરેક વ્યક્તિને રજીસ્ટ્રેશન બાદ લાઇનમાં નંબર પ્રમાણે રસી અપાઈ છે અને ત્યાર બાદ 30 મિનિટ ડોકટરના ઓબ્જર્વેશનમાં બેસાડી સારું લાગે એટલે વેક્સિન લેનારાને ચેક કરી રજા અપાતી હતી. અમારી મહિલા મંડળે પણ સારી એવી સેવા પ્રદાન કરી છે. હવે રહી ગયેલા લોકોને હવે પછીના બીજા યોજાતા કેમ્પમાં આવવા જણાવીશું.


 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page