top of page

પ્રમાણિકતા : સચિન હોમગાર્ડ આકાશ પ્રશાંતભાઈને મળેલ રૂપિયા મૂળમાલિકને પરત કરી માનવતા મહેકાવી....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Aug 20, 2021
  • 2 min read


હોમગાર્ડે નિષ્ઠા પૂર્વકની ફરજ સાથે પૈસા પરત કરી મનાવતા પ્રસરાવી બેસ્ટ કામગીરી કરી, હજી ભર કળજૂગમાં માનવતા મરી નથી એ સાબીત કરી આપ્યું, હોમગાર્ડ યુનિટ માં ખુશીનો માહોલ છે... હોમગાર્ડની કર્તવ્યનિષ્ઠા અને ઈમાનદારીને અધિકારીઓએ અને અશોક પટેલ ડે. સરપંચે બિરદાવી હતી.


સચિન પ્રજાપંખ : ભર કળજુગમાં હોમગાર્ડ જવાને પોતાની મનાવતા દાખવી, પ્રશંસનીય કામ કર્યું, લાજપોર ડે.સરપંચ અશોકભાઈ પટેલના જણાવ્યાં મુજબ ગતરોજ સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ પર આવેલ મુસ્લિમ બિરાદરો ના ધાર્મિક તહેવાર તાજીયા મોહરમ દરમિયાન લાજપોર ખાતે રાત્રે બંદોબસ્તમાં સચિન હોમગાર્ડ યુનિટ માં ફરજ બજાવતા આકાશ પ્રશાંતભાઈ મલિક ,સ. ન.૩૭૮ હોદ્દો. હોમગાર્ડઝ નાઓ આજરોજ તાજીયા મોહરમ બંદોબસ્તમાં લાજપોર ગામ મા ગ્રામ પંચાયત કચેરી પાસે પોતાના પોઈન્ટ પર ડ્યુટી પર હાજર હતા તે દરમિયાન આકાશભાઇ વોશરુમ જતાં કોઇ અજાણી વ્યક્તિના પૈસા વોશરૂમ પાસે પડી ગયેલ નજરે પડતાં જેને ઉપાડીને રકમ જોતા અનેક લાઇટ બીલ સાથે રોકડ રકમ રૂપિયા ૨૬,૦૦૦ અને ૫૧,૦૦૦ રૂપિયાનો એક ચેક હતો. આ રૂપિયા ૭૭ હજાર મોટી રકમ હોવાથી જેની જાણ ગામના ડે.સરપંચ અશોકભાઈ પટેલને કરી અને લાજપોર ગ્રામ પંચાયત ઓફિસ પર બોલાવી, તપાસ કરતા જાણવા મળેલ કે ગ્રામ પંચાયતમાં કામ કરતા જ એક કર્મચારી નજીરના ગ્રામ પંચાયતના લાઈટ બિલ કલેક્શન ના પૈસા કોઇ સ્થળે પડી ગયા હતા, જેથી કર્મચારી ને બોલાવી, પૂછપરછ કરતા એમની રોકડ રકમ કોઈ સ્થળે પડી ગઈ છે. જે તે કર્મચારી શોધી રહ્યો હતો અને મોહરમના દિવસે ભગવાન ખુદા ને યાદ કરતો હતો, કેમ કે, રોકડ અને ચેક મળીને કુલ રૂપિયા ૭૭,૦૦૦ હજાર ની રકમ પોતાના ખીસામાંથી પડી ગયેલ, જે આ કર્મચારીએ ભરવાની આવતે, પરંતુ તે રકમ એક હોમગાર્ડ જવાન આકાશ મલિકને મળી આવતા તે તેમના દ્વારા તે રકમ પ્રામાણિક પણે માનવતાના ધોરણે અશોકભાઈ પટેલ ડે.સરપંચ શ્રી ની હાજરીમાં મૂળ માલિકને પરત કરવામાં આવી, આ આકાશ કર્મચારીની ઈમાનદારી એટલી કે પહેલાં પોતાનાં ઓફિસર કમાન્ડીગ સાહેબ થોમસ પાઠારે ને પણ આ બાબતની જાણ કરી હતી. આમ સમગ્ર ઘટનાચક્રમાં કર્મચારીએ પોતાની નિષ્ઠા પૂર્વકની પ્રામાણિકતાની ફરજ સાથે પૈસા પરત કરી માનવતા પ્રસરાવી બેસ્ટ કામગીરી કરી, હજી ભર કલજૂગમાં માનવતા મરી નથી એ સાબીત કરી લાજપોર સરપંચ રેખાબેન પટેલ, ડે. સરપંચ અશોકભાઈ પટેલ અને નઝીર કાસુજી કર્મચારી તથા હોમગાર્ડનાં ઓફિસર કમાન્ડીગ થોમસ પાઠારે અને સચિન પી.આઈ. કે. બી. ઝાલાની હોમગાર્ડ જવાન આકાશ મલિકએ શાબાશી મેળવી છે. પૈસા પરત આપવા બદલ મૂળ માલિકે આભાર માન્યો છે.


 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page