top of page

પારડીકણદે પ્રાથમિક શાળા નું ગૌરવ વધારતી કલ્યાણી શેરકર..

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Feb 11, 2022
  • 1 min read

પ્રજાપંખ સચિન : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ તેમજ કમિશનર શ્રી યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી ની કચેરી સુરત દ્વારા આયોજીત,

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૧ -૨૨ તારીખ ૦૯/૦૨/૨૨ ના રોજ વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કુલ મોરથાણા તા . કામરેજ ,જિ .સુરત મુકામે યોજાયેલ જેમાં પારડી કણદે પ્રાથમિક શાળા તા.ચોર્યાસી, જિલ્લા. સુરત ની વિદ્યાર્થી ની કુમારી કલ્યાણી ભગવાનભાઈ શેરકર વકતૃત્વ સ્પર્ધામાં સમગ્ર સુરત જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી પારડી કણદે ગામ અને શાળા ને ગૌરવ અપાવ્યું છે.કુ. કલ્યાણી ને સતત માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડી શાળા ના શિક્ષિકા બહેન શ્રી રોનકબેન ગોસ્વામી એ આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં અમુલ્ય ફાળો આપ્યો હતો આ અભૂતપૂર્વ સફળતા મેળવવા બદલ અને ગામને ગૌરવ અપાવવા બદલ ગ્રામ આગેવાનો અને સ્નેહીજનો તરફથી શુભેચ્છા ઓનો વરસાદ કરવામાં આવી રહ્યો છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page