top of page

પારડી-કણદે ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Sep 22, 2021
  • 1 min read

સચિન પ્રજા પંખ દ્વારા : આજે વોર્ડ ૩૦ માં આવેલ રાજ અભિષેક ટાઉનશીપ (પારડી-કણડે) ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં સુરત મહાનગર ના હોદેદારશ્રીઓ, વોર્ડ નં.30 ના કોર્પોરેટરશ્રીઓ, સંગઠન ના હોદ્દેદારશ્રીઓ,અન્ય હોદેદારશ્રીઓ, યુવા કાર્યકર્તા મિત્રો તેમજ ભારતીય જનતા પાર્ટી ના સક્રિય કાર્યકર્તા પધાર્યા હતાં અને આ વૃક્ષા રોપણ કાર્યક્રમ સામાજિક સેવક અને આગળ પડતાં ભાજપના યુવા કાર્યકર્ એવા જગદીશ ભરવાડ ભડિયાદરા ( પારડી ) દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. પ્રસંગને અનુરૂપ મનપા ટી પી સમિતિ સદસ્ય ચિરાગસિંહ સોલંકી, બાંધકામ સમિતિ સદસ્ય પિયુશા બેન પટેલ, જીવણભાઈ રાજુભાઈ ઉપપ્રમુખ, દીપક ચૌધરી પ્રમુખ અને મહેશભાઈ ભડિયાદરા બક્ષીપંચ મોરચા કોષાધ્યક્ષ તથા ઉંબર માજી સરપંચ અને બક્ષીપંચ મોરચા કારોબારી સદસ્ય ધનસુખભાઈ પટેલ અને માજી સરપંચ પારડી તેજસભાઇ આહીરની ઉપસ્થિતિ રહી હતી

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page