પોકેટ કોપ દ્વારા વ્હિકલ ડીટેલ્સ કરી ચોરીની રિક્ષા સાથે આરોપીને ઝડપી પાડતી સચિન પોલીસ

સચિન પ્રજાપંખ : સચિન પોલીસ મથકને ઉપરી અધિકારીઓ દ્વારા મળેલ સૂચનાઓ અન્વયે વાહન ચોરીના અન ડિટેક્ટ ગુન્હા શોધાવા અને વાહન ચોરીના બનતા ગુનાઓ અટકાવવા બાબતે સુરત શહેરના સચિન પોલીસ ઈન્સ્પેકટર એન. એ. દેસાઇના સુચનાઓથી અને ટેક્નીકલ માર્ગદર્શનથી સર્વેલંસ સ્ટાફ અને પો.સ.ઇ. એ.એન. જાની સઘન પેટ્રોલિંગમાં હતા જેમાં ઇ. પોકેટમાં વ્હિકલ ડીટેલ્સ માં વાહનોના નંબર સર્ચ કરી વાહન ચેકીંગ હાથ ધરવામા આવેલ, સચિન પોલિસ સ્ટેશન એ પાર્ટ ગુ.રજી. નં. ૧૧૨૧૦૦૫૪૨૧૧૬૯૫ / ૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૮૯, ૧૧૪ મુજબ કામગીરીમાં હતાં અને અન ડિટેક્ટ ગુન્હા શોધતાં આ વાહન ચેકીંગ દરમિયાન એક ઓટો રીક્ષા સાથે પિંકુકુમાર પુનમચંદ્ર બહેરા, રહે. સચિન સુડા સેકટર ૦૩ , સાઇનાથ, સચિન સુરત અને રફીક માલાભાઇ બારોટ, રહે સુડા, સેકટર ૦૩ સચિન સાઇનાથ સચિન સુરતના આ બે આરોપીઓને સચિન પોલિસે ઝડપી આગળ ની કાર્યવાહી કરી છે. આ પ્રસંશનિય કામગીરીમાં ટીમ વર્ક બનાવી ખુદ પી.આઇ. એન. એ. દેસાઇ, તેમજ સર્વેલન્સ સ્ટાફના પી એસ આઈ એ. એન. જાની સાથે એ. એસ. આઇ. પિતામ્બર વ્યંકટ, અ. પો. કો. અ.પો.કો પ્રવિણભાઇ ભિમાભાઇ અને અ.પો.કો. વિક્રમભાઇ ગોવિંદભાઇ જોડાયા હતા અને ઇ. પોકેટમાં વ્હિકલ ડીટેલ્સ માં વાહનોના નંબર સર્ચ કરી વાહન ચેકીંગ હાથ ધરવા સચિન રોડ પર ડ્યુટી કરતાં તે દરમિયાન એક ઓટો રીક્ષા કે જે બજાજ કંપનીની ગ્રીન અને બ્લેક કલરની જી.જે.-૦૫-સિટી-૦૧૬૬ જેને અટકાવી એ રીક્ષા સાથે બે આરોપી ને ઝડપી પાડી સદર રીક્ષાને લગતા પત્રકો માંગતા પોલીસને સંતોષ કારક જવાબ ન મળતા જે બાબતે ઉપરોક્ત રીક્ષા ની કિમત અંદાજિત કિમંત રુપિયા ૧,૧૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરી સદર આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી કરી છે, આ સચિન પોલીસ સ્ટેશન દ્વારા ફરી વખત અન ડિટેક્ટ ગુન્હા શોધાવા બાબતની પ્રશંસનીય કામગીરી થઈ છે, જેમાં ટીમ વર્ક માં પોલીસ ઈન્સ્પેકટર એન. એ. દેસાઇ, સર્વેલન્સ સ્ટાફના પી. એસ. આઈ. એ. એન. જાની સાથે એ. એસ. આઇ. પિતામ્બર વ્યંકટ, અ. પો. કો. અ.પો.કો પ્રવિણભાઇ ભિમાભાઇ અને અ.પો.કો. વિક્રમભાઇ ગોવિંદભાઇ જોડાયા જોડાયા હતા અને એક ટિમ વર્કમાં સુંદર કામગીરી કરી ઉચ્ચ અધિકારીઓની પ્રશંસા મેળવી છે.



Comments