પર્વત સેવા કેન્દ્રમાં બ્રહ્મા કુમારી દ્વારા આધ્યાત્મિક રક્ષાબંધન કાર્યક્રમ આયોજીત થયો......
- Praja Pankh
- Aug 22, 2021
- 1 min read
સચિન પ્રજાપંખ : આજે બ્રહ્મા કુમારી દ્વારા આધ્યાત્મિક રક્ષાબંધન કાર્યક્રમ આયોજીત થયો. આધ્યાત્મિક રક્ષાબંધન પર્વત સેવા કેન્દ્રમાં પ્રભુ સ્મૃતિ સાથે પ્રારંભ થયેલ કાર્યક્રમમાં કોર્પોરેટરો અને શાળાના ટ્રસ્ટીઓ, આચાર્યો અને ઉદ્યોગપતિઓની ખાસ આધ્યાત્મિક સ્નેહ ભરી બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સમાજ સેવા સાથે જોડાયેલા સહુ લોકોને બ્રહ્માકુમારી જયમીના બહેને સંબોધિત કર્યા અને બધા મહેમાનોનું પ્રેમથી સ્વાગત કર્યું હતું. સાથે બ્રહ્મા કુમારી સંગીતા બહેને કહ્યું કે ભગવાન આપણી રક્ષા કરવા માટે બંધાયેલા છે, જો આપણે હંમેશા સારા કાર્યો કરતા રહીશું તો ભગવાન હંમેશા આપણું રક્ષણ કરશે, સભામાં ઉપસ્થિત દરેકને રક્ષાબંધન દિને સંકલ્પનું દાન કરવા કહ્યું. આજના આ કાર્યક્રમમાં ખાસ મહેમાન હતાં શ્રી નિસિત ભાઈ કિનારીવાલા, લાયન્સ ક્લબના ડિસ્ટ્રીક્ટ ગવર્નર, લાયન્સ ક્લબ જિલ્લા ચેરમેન ડો.રવીન્દ્રભાઈ પાટીલ તથા લાયન્સ ક્લબ જિલ્લા અધ્યક્ષ સિમરન બહેન, પ્રમુખ ડો.મંગલાબહેન પાટીલ સહુ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહેમાનોએ સાથે મળીને મીણબત્તી પ્રજ્વલિત કરીને વિશ્વ શાંતિ માટે સંકલ્પ પણ કર્યો હતો, આમ આજે બ્રહ્મા કુમારી દ્વારા આધ્યાત્મિક રક્ષાબંધન કાર્યક્રમ આયોજીત થયો હતો.
Comments