પરીક્ષા વગર સિટી કમાન્ડન્ટ સંજય પટેલ દ્વારા હોમગાર્ડ જવાનોને શરતી રેન્ક અપાઈ.....
- Praja Pankh
- Feb 4, 2022
- 1 min read

પ્રજાપંખ સચિન : પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરત શહેરમાં થોડાક સમય પહેલા હોમગાર્ડ દળના નવા વરાયેલા સિટી કમાન્ડન્ટ સંજય પટેલ દ્વારા કરાયેલી શરતી રેન્કની વહેંચણીમાં વ્હાલા દવાલાની નીતિ અપનાવી હોવાની ચર્ચા હોમ ગાર્ડ અને પોલીસ વિભાગમાં ઉઠી છે. કહેવાય છે કે ખાસ રજાના દિવસોમાં ઓફિસ ખોલી અને નવા નવા ભરતી થયેલ હોમગાર્ડોને ઉંચી ઊંચી પોસ્ટની રેન્ક આપી નવા સિટી કમાન્ડન્ટ બનેલા સંજય પટેલ વિવાદમાં છે હવે તેઓનું નામ આ શરતી રેન્ક આપવામાં બહાર આવી રહ્યું છે. આ રેન્ક પરીક્ષા બાદ અપાય છે એવું પણ જાણવા મળ્યું છે. આ બાબતે ખાસ માહિતી મુજબ સુરત જિલ્લા હોમગાર્ડ કચેરી કારકુન અને ઇન્સપેક્ટરની મદદથી રજાના દિવસમાં વહાલા દવલાઓને બોલાવી શરતી રેન્કની વહેંચણી કરી દેતા આ વાત હવે ગૃહમંત્રાયલ સુધી પહોંચાડવાના ચક્રોગતિમાન કર્યા છે. સિટી કમાન્ડન્ટ
દ્વારા કરાયેલી કામગીરી હાલ હોમગાર્ડ અને પોલીસ ખાતામાં ટોક ઓફ ધ ટાઉન બની છે.વધુમાં સંજય પટેલનું નામ હિટ એન્ડ રન માં પણ છે.
Comments