top of page

નેશનલ ડોકટર ડે નિમિત્તે મહારાષ્ટ્રીયન મંડળ અને ડેવલોપમેંટ કમિટિ દ્વારા ડોકટરશ્રીઓનુ સન્માન કરાયું

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jul 1, 2021
  • 1 min read

સચિન પ્રજાપંખ : આજે નેશનલ ડોકટર્સ ડે હોવાથી અનેક સંસ્થાઓ દ્વારા અનેકો ડોકટર્શ્રીઓનું જે તે સ્થળે રુબરુ જઈને પણ સન્માન કરાયું હતુ જેમાં શ્રી મહારાષ્ટ્રીયન મિત્ર મંડળ સચિન અને ડેવલોપમેંટ કમિટિ દ્વારા સ્થાનિક સચિનના સેવાભાવી અને સમાજના દરેક કાર્યમા એક સામાજીક સેવક તરીકે કાર્ય કરતાં તેમજ રાષ્ટ્રીય સ્વયમ સેવક દળના સદસ્ય તરીકે હમેશાં આગળ રહેનારા એવા શ્રી સાઇ હોસ્પિટલનાં ટ્ર્સ્ટી અને ડોકટર બી. ગુપ્તાનું સન્માન કરી એમના કરેલ કાર્યોને બિરદાવ્યા હતાં. એમનું સન્માન પસંદગીનુ ખાસ કારણ કે તેઓનો પણ જન્મ ડોકટર બિધાનચંદ્રની જેમ 1 લી જુલાઇ છે. આ તબક્કે મહારાષ્ટ્રીયન મિત્ર મંડળના પ્રમુખ લક્ષ્મણ પાટિલે પણ ડોકટર ડે અને જન્મ દિવસની શુભેચ્છા આપી હતી.

આ ઉપરાંત સાથે સાથે કનકપુર શહેરી આરોગ્ય કેંદ્રના ડોકટર અર્પિત દુધવાળા, ડો. દિનેશ પટેલ, ડો. અક્ષય ચૌધરી, ડો. રાજેશ પંચાલ અને ડોકટર સાજીદ લેહરીનું પણ આજનાં આ સન્માન કાર્યક્રમમાં કાયદા ચેરમેન હસમુખભાઇ નાયકા, ટીપી સ્કીમ સમિતિના સદસ્ય ચિરાગસિંહ સોલંકી તેમજ ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંઘ પ્રમુખ અજીતસિંહ રાજપૂત, શ્રી મહારાષ્ટ્રીયન મિત્ર મંડળ સચિન અને ડેવલોપમેંટ કમિટિના પ્રકાશ ભાવસાર અને અન્ય મહેમાનો તથા આરોગ્ય સ્ટાફની ઉપસ્થિતીમાં ડોકટરશ્રીઓનું પુષ્પગુચ્છથી સન્માન કરાયું અને એમને કરેલ કાર્યની સરાહના કરી શુભેચ્છાઓ આપાઇ હતી. આ પ્રસંગે હોસ્પિટલમાં ડોકટર બી ગુપ્તાને જન્મ દિવસની પણ શુભેચ્છા આપી હતી. આજના નેશનલ ડોકટર ડે નિમિત્તે ડો. ગુપ્તાએ જણાવ્યુ કે, બિધાનચંદ્ર રોયે કલકત્તામાં મેડિકલનો અભ્યાસ પુર્ણ કરીને વધુ ડિગ્રી લંડનથી મેળવી હતી, ફિઝિશિયન અને સર્જન એવા બિધાનચંદ્ર રોયે ડોકટર તરીકે ભારતમાં 1911 માં તેમણે શુરુઆત કરી તેઓ કોલકત્તા કોલેજમાં લેકચરર પણ હતાં. આ રીતે ઘણુ બધુ યોગદાન તબીબી ક્ષેત્રે રહ્યુ છે. તેમનો જન્મ 1 જુલાઇ 1882 અને સ્વર્ગવાસ પણ 1 જુલાઇ 1962માં આમ તેમના કામ અર્થે અને તેમની યાદમા 1991 થી આ નેશનલ ડોકટર ડે મનાવવામાં આવે છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page