નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન યુનાઈટેડ ફ્રન્ટ.....
- Praja Pankh
- Sep 2, 2022
- 1 min read
સુરતની મિટિંગમાં નક્કી થયા મુજબ હર ઘર પેન્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.જેમાં સુરતના તમામ કર્મચારીઓએ પોતાના ઘરે પોસટરો સાથે પ્રદર્શન કરી તેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર મૂકીને સરકાર સુધી પોતાનો અવાજ રજૂ કર્યો હતો.
મીટિંગમાં નોપૃફ- ગુજરાતના જોઇન્ટ સેક્રેટરી ઉમેશભાઈ ગોહિલ, નોપૃફના ગુજરાત પ્રદેશ ટીમના સલાહકાર મોહંમદ ઇકબાલ શેખ, સુરત ટીમના પ્રમુખ મયુરભાઈ સોલંકી, મહીલા ઉપપ્રમુખ તેજલબેન સોની, ઉપ પ્રમુખ વિજયભાઈ, જીમીભાઈ, કાર્યઅધ્યક્ષ પ્રશાંતભાઈ વગેરે હાજર રહ્યા હતા.
આ મિટિંગમાં મોહંમદ ઇકબાલ શેખ ની ગુજરાત પ્રદેશમાં સલાહકાર તરીકે નિમણૂક થયેલ હોય,તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ આગામી તારીખ.૩/૯/૨૦૨૨ ને શનિવારે સાંજે ૪ કલાકે કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવા માટે તમામ કર્મચારી ઓ ને મોટી સંખ્યામાં હાજર રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
આ બેઠકમા જ્યા સુધી જુની પેન્શન યોજના લાગુ ના કરાય ત્યા સુઘી પીછે હઠ કરવામાં આવશે નહી, તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતું.જો 7/9/2022 ની બેઠકમા ચોક્કસ નિર્ણય લેવામાં નહી આવશે તો પેન ડાઉન નો પ્રોગ્રામ જ્યા સુઘી પેન્શન યોજના લાગુ કરવામાં નહી આવે ત્યાં સુઘી દરેક સરકારી કામો બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.ઉમેશ ગોહિલ.જોઇન્ટ સેક્રેટરી દ્વારા જણાવા માં આવ્યું.
Comments