ન્યુ બમરોલી ખાતે મફત રસીકરણ વેક્સિન કેમ્પ શરૂ
- Praja Pankh
- May 22, 2021
- 1 min read
સચિન પ્રજાપંખ :- સુરત મહાનગર પાલિકાનાં આરોગ્ય કેન્દ્ર અને પાંડેસરા વિવર્સ કો.ઓ. સોસાયટી લી. તથા (પીંટુ) ઉર્ફે પીયુશ જે. પટેલનાં સંયુક્ત પ્રયાસે હાલની કોરોના વાયરસ (કોવિડ-19) ની પરિસ્થિતી ધ્યાને લઈ, ન્યુ બમરોલી વિસ્તારમાં કોવિડ-19 ને નિયંત્રણ રાખવા સકારશ્રી ગુજરાત રાજ્ય ની સૂચનાઓ પ્રમાણે ન્યુ બમરોલી રોડ, પાંડેસરા ઓધોગિક વિવર્સ એકમ વિસ્તારમાં બનેલ સુરક્ષા કવચ સમિતિ દ્વારા વેક્સિન અમલીકરણની કામગીરી પાંડેસરા વિવર્સ કો.ઓ. સોસાયટી લી. અને (પીંટુ) ઉર્ફે પીયુશ જે. પટેલ દ્વારા અને મનપા ડોકટરશ્રીનાં માર્ગદર્શનમા તેમજ મનપા આરોગ્ય કેન્દ્ર સ્ટાફ થકી તારીખ ૨૨-૦૫-૨૦૨૧ શનિવાર સમય સવારે 10:00 થી સાંજે ૦૪ સુધી શરૂ થઈ છે. જેમાં સ્થાનિક નગરજનો, ફેક્ટરીવાળાઓ અને કારીગરો વિષેશ સહયોગ આપવાનો શરૂ થયો છે આજે કુલ ૧૫૦ જેટલી વેક્સિન નગરજનો અને કારીગરોને આપવાનો ટાર્ગેટ પુર્ણ થયો છે. આવતી કાલે પણ ચાલુ રહેશે, બમરોલી ખાતે શ્રમજીવીઓને કે જેઓ ૧૮ થી ઉપર અને ૪૪ વર્ષથી નીચેના છે તેમણે વેક્સિન આપી રહ્યા છે તેઓ અહી સ્થાનિક નગરજનો અને પાંડેસરાની ફેક્ટરીના કારીગરો પોતાનું આધાર કાર્ડ સાથે લાવી રહ્યા છે. અહી તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. પૂર્ણ મનપાનો સ્ટાફ પ્રસંશનિય સેવા આપી રહ્યો છે. દરેક્ને મોબાઇલ પર સમય અને તારીખ ફાળવવામાં આવે છે જેથી ભીડ ન થાય. ઉમિયા રેસીડેંસી, ડી જી વી સી એલ ઓફિસ ની સામે સાઉથ ઝોન, ન્યુ બમરોલી પાંડેસરા સુરત ખાતે આ રસીકરણ વેક્સિન કેમ્પ શરૂ કરેલ છે. અહી કોવિડ-19 ની ગાઈડ લાઇનનું પાલન સહુએ કરવાનું રહે છે. અને તકેદારી રૂપે અહીથી વેક્સિન લીધા બાદ 30 મિનિટ ડોકટરની નિગરાણીમાં આરામ કરી પછી રજા અપાય છે.
Comments