નવી સિવિલમાં એક કર્મચારીના મૃત્યુ માં કરેલ ઘોર બેદરકારી સામે મનપાના મંડળે સખત પગલાં લેવા માંગ કરી
- Praja Pankh
- Apr 6, 2021
- 2 min read
નવી સિવિલ હોસ્પિટલના તંત્રની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી : સુરત મનપા ના સેનેટરી ઈન્સ્પેકટરનું તા. 5-4-21 ના રોજ રાત્રે 11-15 કલાકે થયેલ મોતની જાણ બીજે દિવસે કોઈ કાર્ય કર્તાએ કરી પરંતુ નવી સિવિલના સ્ટાફે ન કરી. ઘોર બેદરકારી સામે આવી. . . .
સચિન પ્રજા પંખ 6-4-21 : સુરત સુધારાઈ કામદાર મંડળ દ્વારા નવી સિવિલ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. જેની વિગત જોતાં મનપાના વરાછા ઝોનમાં સેનેટરી ઈન્સ્પેકટર તરીકે સેવા બજાવતા મોહમ્મદ હનીફ મુસાભાઈ ચોપડાને તા. 1-4-2021 ના રીજ 1-15 કલાકે નવી સિવિલમાં 5 માં માળે આઇ સી યું વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેઓને શ્વાસ લેવાની તકલીફ અને ન્યુમોનિયા દર્શાવેલ હતું. જેથી ઑક્સીજન પર મૂકવામાં આવેલ હતા. અહી રોજ પરિવાર તપાસ કરતું હતું. પરંતુ 6-4-2021 ના રોજ સવારે 11 કલાકના અરસામાં હોસ્પિટલ ખાતે ઇંક્વાયરી કરવામાં આવતા તેઓની કૃટિકલ કન્ડિશન છે એવૂ સિવિલમાથી જણાવાયું હતું. ત્યારબાદ સ્વ.. ના બનેવીના પત્ની પર કોઈ સામાજિક કાર્યકરે ફોન કર્યો કે, કોઈ મોહમ્મદ હનીફ ચોપડનું અવસાન થયું છે. ત્યારબાદ સ્વ. ના પત્નીએ ફરી નવી સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ અંગે તપાસ કરી, ત્યારે સ્વ. નું અવસાન તો તા. 5-4-2021ના રોજ રાતના 11-15 કલાકે થયું હતું. આ બાબતે ઊંડી તપાસ કરવા મરણ સ્લીપ જોતાં સ્પષ્ટ માલમ પડે છે કે, અનેક ડોકટરોના નામ સાથે એક સહી કરવામાં આવેલ છે અને વ્યક્તિનું મરણ 5-4-21ના રોજ રાતના 11-15 કલાકે દર્શાવેલ છે. બીજે દિવસે કોઈ સામાજીક કાર્યકરે સ્લીપ જોઈને સંબધિતોને ખબર આપી હતી પરંતુ નવી સિવિલવાળાઓએ એમના પરિવારને ખબર ન કરી હતી, આમ બીજાથી જાણ થતાં સ્વ. ની પત્ની એક કલાકે હોસ્પિટલ પોહચી હતી અને છેક સાંજે 05 કલાકે દફન વિધિ માટે બોડી આપવાની વાત કરી ત્યારબાદ કોરોના ગાઈડ લાઇન મુજબ મોડી સાંજે એમની દફન ક્રિયા કરવામાં આવી હતી. આમ ગત 5 તારીખની બોડીની જાણ એક દિવસ બાદ પણ દિવસ દરમિયાન પરિવાર ને ન કરતાં આવી ગંભીર ઘોર બેદરકારી નવી સિવિલના સ્ટાફે કરી છે જેની ઉચ્ચ તપાસ કરી તમામ જવાબદાર લોકો પર કાનૂની પગલાં ભરવા સારું સુરત સુધારાઈ કામદાર સ્ટાફ મંડળ, સુરત મહાનગર પાલિકા માન્ય યુનિયન ના પ્રમુખ મોહમદ ઇકબાલ શેખ તથા મહામંત્રી દેવેન્દ્ર એસ. પ્રજાપતિએ લેખિત માં માંગણી કરી છે હવે જોવાનું એ રહે છે કે, આ ની તપાસ થશે કે, પછી ????
コメント