નવા રંગરૂપમા દશેરાના દિને સચિન રોટરી હોસ્પિટલનું ઉદઘાટન થશે
- Praja Pankh
- Oct 14, 2021
- 2 min read
GIDC ખાતે રોટરી હોસ્પીટલનું નવનિર્માણ થતાં સચિન વિસ્તારમાં છવાઈ આનંદની લાગણી

સચિન GIDC વિસ્તારના દર્દીઓને દવાઓ અને સર્જરી નજીવા દરે અપાશે રોટરી હોસ્પિટલ સચિન દશેરાના પાવન દિવસથી શરુ કરવામાં આવશે :
ડો વિજય મોરી

અત્યાધુનિક મશીનો વડે સર્જરી સાથે તજજ્ઞ તબીબોની ટિમ રોટરી હોસ્પિટલ ખાતે 24 કલાક કાર્યરત રહેશે. જીઆઇડીસીનાં ફેકટરીઓમાં કોઇ દુર્ઘટનામાં જરુર પડે તો હોસ્પિટલની એમ્બુલંસની સેવા પણ આપીશું. :
સચીન રોટરી કલબ પ્રેસીડેંટ પંકજભાઇ ટિમ્બંડીયા
સચિન પ્રજાપંખ : સચિન GIDC વિસ્તારની રોટરી હોસ્પીટલ ફરી નવારુપ રંગમા આધુનિક સાધનો સાથે નવનિર્માણ પામતા આ વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી છવાઈ છે. સચિનના નોટીફાઈડ વિસ્તારમાં વસતા લોકોને નજીવા દરે સારવાર ઉપલબ્ધ કરાવાશે, રોટરી કલબ હમેશા અદના માનવ સુધી સેવા કરવા હમેશાં આગળ રહે કહ્હે અને આ રોટરી હોસ્પિટલનો હેતુ પણ સેવા કરવાનો અને માનવતા મહેકવાનો છે. આવતીકાલે 15/10/2021 ના રોજ દશેરાના શુભ દિવસે હોસ્પિટલ સ્થાનિક લોકો માટે કાર્યરત થઇ જશે તેવી માહિતી હોસ્પિટલના મુખ્ય સંચાલક ડો. વિજય મોરી અને સચીન રોટરી કલબ પ્રેસીડેંટ પંકજભાઇ ટિમ્બંડીયા દ્વારા આપવામાં આવી હતી. વધુમા જાણીએ તો સચિન GIDCના નોટીફાઈડ વિસ્તારના જરુરીયાત મંદ દર્દીઓ ની સારવાર અર્થે થતી આધુનિક સાધનો સાથેની સગવડતા પુરી પાડવાનું કાર્ય તારીખ 15 ઓક્ટોબર 2021 એટલે કે દશેરાના શુભ દિવસથી શરુ થશે...હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાબતે ડાયરેકટર ઓફ સુરત મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પીટલ સચિનના તબીબ ડો. વિજય મોરી અને સચીન રોટરી કલબ પ્રેસીડેંટ પંકજભાઇ ટિમ્બંડીયા જણાવે છે કે, રોટરી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પીટલ એ સચિન અને સચિન GIDC ના આજુબાજુમાં રહેતા તમામ લોકોને અત્યાધુનિક સુવિધાઓનો લાભ મળે તે હેતુ મુખ્ય છે. ઉપરાંત દર્દીઓનું સ્વાસ્થય જળવાઈ રહે અને તે માટે થતી દરેક પ્રકારની સર્જરીઓ ઉપરાંત દવાઓ પણ નજીવા અને ઓછા ખર્ચે આપવામાં આવશે...વધુમાં હોસ્પિટલ નવનિર્મિત થતા તેમાં આધુનિક પ્રકારની મશીનરી અને સેવાઓ આપવા માટે પણ તેઓ ખુબ કટિબબધ છે. ઉલ્લેખનીય છે કે, સચિન GIDC વિસ્તારની રોટરી હોસ્પીટલનું નવનિર્માણ કરવામાં આવતા સચિન અને સચિન GIDC માં વસતા શ્રમજવીઓમાં આનંદની લાગણી પણ છવાઈ ગઈ હતી. આ પ્રસંગે મયુર ગોળવાળા માજી સેક્રેટરી અને માજી પ્રમુખ ગામી સ.કો.ઓ.સો. ની ઉપસ્થિતી રહી હતી.
コメント