નવસારી સબજેલમાં એચ.આઈ.વી. અને ટીબી સહીત અન્ય બીમારીઓના પ્રાથમિક નિદાન માટે આરોગ્યલક્ષી કેમ્પ થયો.
- Praja Pankh
- Aug 5, 2021
- 1 min read
પ્રજાપંખ :- આજ રોજ નવસારી સબ જેલ ખાતે બંદીવાન સાથે આરોગ્યલક્ષી કેમ્પ આયોજિત થયો. જી.એસ.એન.પી.+ સંસ્થા દ્વારા અમલીકૃત અને જીસેક્સના તકનીકી માર્ગદર્શનથી સુભિક્ષા+ પ્રોજેક્ટ હેઠળ આ કેમ્પનું આયોજન થયું. કેમ્પ દરમ્યાન ડાપ્કુ અધિકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પીટલના સ્ટાફ દ્વારા તકનીકી સેવા પૂરી પાડવામાં આવી. સબજેલના સવેદનશીલ અધિકારીશ્રીનાં સહયોગથી જેલ કર્મચારીઓ દ્વારા સહકાર પ્રાપ્ત થયો. કુલ ૧૦૩ બંદીવાનના સેમ્પલ લેવામાં આવ્યા. આગામી દિવસોમાં અન્ય કેમ્પ આયોજિત કરી કુલ ૩૭૫ બંદીવાન ને આવરી લેવામાં આવશે. પાકા કામના ૧૧ બંદીવાન લાભાર્થીઓની અગાઉ આપેલ અરજી અનુસંધાને સમાજ સુરક્ષા વિભાગની “કેદી સહાય યોજના”નો સત્વરે લાભ મળે તે માટે સમાજ સુરક્ષા અધિકારીશ્રી સાથે મુલાકાત પણ કરવામાં આવી. જેલના માર્યાદિત વાતાવરણ બંદીવાનને આરોગ્ય સુવિધા મળવાથી HIV, TB, સીફીલીસ, હિપેટાઈટિસ બી અને સી જેવી ગંભીર બીમારીઓનું પ્રાથમિક નિદાન કરી શકાશે. જો કોઈ પરિણામ પોઝીટીવ આવે તો તેમને સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ ત્વરિત સારવાર કરી સ્વસ્થ જીવન માટે આગોતરા પગલાં લઇ શકાય છે. લાભાર્થીના પરિવારના સભ્યોની પણ આરોગ્ય સુખાકારી જળવાઈ રહે તે માટે તેમજ અન્ય કલ્યાણકારી યોજના સાથે જોડવા માટે જરૂરી પ્રયાસ કરવામાં આવે છે. રાષ્ટ્રીય કાર્યકમ સ્તરે NACOની પૂર્વ મંજુરી થકી ભારતના દરેક રાજ્યમાં આ સુભિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત જેલના બંદીવાન સાથે આ મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે.
Commentaires