નવસારી ઝોન કક્ષાએ સુરત જિલ્લાની શ્રેષ્ઠ કૃતિ ઝળકશે....
- Praja Pankh
- Dec 31, 2022
- 1 min read

સચિન: જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી સુરત ,શાસનાધિકારીશ્રી ની કચેરી સુરત,તથા એલ.ડી.હાઈસ્કુલ સચિન અને હૈદરગંજ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે તારીખ 29 30 અને 31 ડિસેમ્બર ના રોજ સુરત જિલ્લા કક્ષાનુ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન 2022 નું આયોજન હૈદરગંજ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનના ઉદ્ઘાટક તરીકેશ્રી સંદીપભાઈ દેસાઈ માનનીય ધારાસભ્યશ્રી ચોર્યાસી વિધાનસભા ઉપસ્થિત રહ્યા હતા.શ્રી દિનકર ભાઈ નાયક ચેરમેન શ્રી સચિન વિભાગ કેળવણી મંડળ,શ્રીઋષિકુમાર પટેલ પ્રમુખશ્રી તાલુકા પંચાયત ચોર્યાસી,,શ્રીમતી વાસંતીબેન પટેલ માનનીય ઉપપ્રમુખ શ્રી તાલુકા પંચાયત ચોર્યાસી વગેરે મહાનુભવે હાજરી આપી હતી.ડો. યોગેશભાઈ પટેલ પ્રાચાર્યશ્રીજિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત,ડો. દીપકભાઈ દરજી,જિલ્લા શિક્ષણા ધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સુરત,શ્રી વિમલભાઈ દેસાઈ શાસનાધિકારીશ્રી ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળવૈજ્ઞાનિકોને માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડ્યા હતા.ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં પાંચ વિભાગ રાખવામાં આવ્યા હતા.જેમાંકુલ 65 જેટલી કૃતિઓનુ પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યું હતું.પ્રદર્શનના સમાપનને અંતે કૃતિમાં ભાગ લીધેલ તમામ બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.પ્રદર્શનના કન્વીનર તરીકેશ્રી પરેશભાઈ ટંડેલ,બી.આર.સી.કો. ચોર્યાસી અને સહ કન્વીનર તરીકેશ્રી રાજેશભાઈ ત્રિવેદી આચાર્યશ્રી હૈદરગંજ પ્રાથમિક શાળાની નિમણૂક કરવામાં આવી હતી.આ મેળા માંથી હવે નીચેની કૃતિઓ નવસારી ઝળકશે, વિભાગ પાંચમા પ્રથમ ક્રમ્ અંત્રોલી પ્રાથમિક શાળા
વિભાગ-2 માં પ્રથમ ક્રમ મેળવનાર સતી લોયણ પ્રાથમિક શાળા ક્રમાંક 322 વિભાગ નંબર ત્રણમાં પ્રથમ ક્રમ મેળવનાર આમચક પ્રાથમિક શાળા, વિભાગ નંબર ચારમાં પ્રથમ ક્રમ મેળવનાર શ્રી સી એન મહીડા પ્રાથમિક શાળા, વિભાગ નંબર એકમાં પ્રથમ ક્રમ મેળવનાર બોણંદ પ્રાથમિક શાળા.
Comentarios