નવસારી ઉનના સાંઈ ભક્તો ને પ્રસાદી ચઢાવો કરવાનું ક્યારે મળશે ?
- Praja Pankh
- Feb 1, 2021
- 2 min read
સ્થાનિક આત્મનિર્ભર બની જીવન જીવતા સાઈ મંદિર બહાર ફૂલહાર, પ્રસાદીના ગલ્લા લગાવતાઑની રોજી રોટી છીનવાઈ છે. સરકાર આ આત્મનિરભરો માટે યોગ્ય હુકમો ક્યારે કરશેની જોતાં રાહ.
સચિન : નવસારી પાસે આવેલ ગણેશ સિસોદ્રા ગામ ખાતે શ્રી સાઈ સાર્વજનિક મંડળ ટ્રસ્ટ દ્વારા નવસારી વલસાડ હાઇવે પર સાઈ મંદિરની સ્થાપના થઈ છે. જ્યાં સમગ્ર વર્ષ દરમિયાન લાખો સાઇ ભક્તો આસ્થા સાથે શિરડીની જેમ અહી પણ દર્શને પધારે છે તેમજ એજ આસ્થાથી અનેક ભક્તો પોતાની માનતા પણ અહી પૂર્ણ કરે છે. હાલમાં સરકારે ભક્તોની એન્ટ્રી તો આપી જેથી સાઇ મંદિરમાં ભક્તો પ્રાર્થના માટે તો જઇ શકે છે પરંતુ સરકારના હુકમોથી ફૂલહાર કે, પ્રસાદીનો ચઢાવો ચઢાવી શકતા નથી. અહી સ્થાનીક મંદિરના સેવાભવિઓના જણાવ્યા મુજબ જ્યારથી કોરોનાને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી તમામ ધાર્મિક સ્થળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં હાલમાં અનેક મંદિરો અમુક સમય સુધી ખુલ્લા રાખવાનો ફરીથી હુકમ પણ કરવામાં આવેલ છે. તે પ્રમાણે નવસારી ઉન ખાતેનું સાઈ મંદિર ભાવિક ભક્તો માટે તો ખુલ્લુ મુકાયું છે. પરંતુ અહી પ્રસાદ તથા ફૂલહાર લાવવાની મનાઈ ફરમાવાઈ રહી છે. જેથી અહીના સ્થાનિક આત્મનિર્ભર દુકાનદારો અને નાના ગલ્લાવાળાઓની રોજીરોટી છીનવાઈ ગઈ છે. જો કે હવે ગુજરાત સરકાર દ્વારા વેપાર ધંધો ફરી શરૂ કરવા માટે લોકોને છૂટ આપવામાં આવી રહી છે. પરંતુ હજી ઉનના સાઈ મંદિરના આ વિસ્તારમાં આવી છૂટ હજી આપવામાં આવી નથી. જેથી ભાવિક ભક્તો સાઈ ચરણમાં ફૂલહાર કે પ્રસાદીનો ચઢાવો ચઢાવી શકતા નથી. જેથી ભક્તો નિરાસ થઈ રહ્યા છે. હવે તમામ ધાર્મિક સ્થળો ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો અહીના વેપાર ધંધા ફરી શરૂ કરવા માટે સ્થાનિકોને છૂટ આપવી જોઈએ. જેથી ફૂલહાર અને પ્રસાદીની દુકાનો ખુલશે તો સાઈ ચરણોમાં પ્રસાદી અને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધા સાથે પ્રાર્થના કરી શકાશે અને ભક્તો ખુશ થશે. તો ગ્રામજનોના જણાવ્યા મુજબ નવસારી ઉન ના સાઈ મંદિર માટે યોગ્ય હુકમો નવસારીના મે. કલેકટરે કરવા જોઇએ એવી સ્થાનિકોની માંગ છે. જેથી સ્થાનિક ગરીબો જે આત્મનિર્ભર બનીને જીવી રહ્યા છે તેઓ બે પૈસા કમાઈને પોતાનું જીવન ગુજારી શકે. સાઇ બાબાનું અનેરું મહત્વ હોવાથી અહી સાઈ મંદિરના દરવાજા ભક્તો માટે તો ખોલી દેવાયા છે પરંતુ હજી સ્થાનિકોના ફૂલહાર પ્રસાદીના ગલ્લા ખોલાયા નથી, જેથી ભાવિક ભકતોની પણ પ્રાર્થના છે કે, નવસારી ઉન ના સાઇ ચરણોમાં પ્રસાદી અને ફૂલહાર અર્પણ કરી શકીએ.
Comments