top of page

નવરાત્ર પહેલા રૂ. ૧૨,૨૦૦ નો ગંજી પાનાનો જાહેરમાં જુગાર રમતા નબીરાઓને ઝડપી પાડતી સચીન પોલીસ.

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Oct 7, 2021
  • 1 min read


સચિન પ્રજા પંખ : મે,પોલીસ કમિશ્નર અને અન્ય અધિકારીઓની સુચના મુજબ પ્રોહી તથા જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સંબંધે આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ. કે.બી.ઝાલા નાઓની સુચના અને માર્ગદર્શનમાં સચીન પો.સ્ટે વિસ્તારમા પો.સ.ઈ.એસ.આઈ.દેસાઈનાઓ સાથે સચિન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો કલ્પેશ બાપુરાવ તથા અ.પો.કો વિક્રમભાઇ ગોવીંદભાઇ નાઓને મળેલ ખાનગી અને ચોક્કસ બાતમીનાં આધારે સચીન બોણંદગામ ચાર રસ્તા પાસે આવેલ તળાવની બાજુમાં નવરાત્ર પહેલા રૂ. ૧૨,૨૦૦ નો ગંજી પાનાનો જાહેરમાં જુગાર રમતા નબીરાઓને સચીન પોલીસે ઝડપી પાડયા, જે આરોપી જુગારીઓ નાં નામ છે. (૧) પ્રકાશ S/O ભટા પાટીલ ઉવ-૪૪ રહેવાસી નવાગામ ડિંડોલી સુરત (૨) મહેંદ્રસિંહ S/O સરદાર રાજપુત ઉવ-૩૮ રહેવાસી-રૂક્ષ્મણી પાર્ક-૦૧ ડિંડોલ સુરત (૩) નરેંદ્ર S!૦ દેવીદાસ પાટીલ ઉવ-૩૩ રહેવાસી-ઉમીયાધામ સોસાયટી દેલાડવાગામ સુરત (૪) મુકેશ S/o રાકેશભાઈ પટેલ ઉવ-૪૩ રહેવાસી-સાંસ્કૃતીક રેસેડેન્સી સરથાણા સુરત.(૫) સંજયભાઈ S/o છીમકાભાઈ રાઠોડ ઉવ-૨૭ રહેવાસી બૌણંદગામ સચીન સુરત.(૬) રાજુભાઈ S/o છીમકાભાઈ રાઠોડ ઉવ-૧૮ રહેવાસી-બોણંદગામ સચીન સુરત (૭) નિતેશભાઈ S/O રમેશભાઈ રાઠોડ ઉવ-૨૨ રહેવાસી-ઇકલેરાગામ સચીન તા-ચાર્યોસી જી.સુરત નાઓને ગંજી પાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમતા હતાં એ મળેલ બાતમીના આધારે ઉપરોક્ત જુગારીઓને રંગે હાથે પકડી પાડી તેઓની અંગઝડતીના રોકડા રૂ.૫,૩૦૦/-તથા દાવ ઉપરના રૂ.૬,૯૦૦/ તથા ગંજીપાના નંગ-૫૧ કિં.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે રૂ.૧૨,૨૦૦/-ની મત્તા સાથે ઝડપી પાડી સચીન પો.સ્ટે. ખાતે જુગાર ધારા કલમ.૧૨ મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી ટીમ વર્કથી સરાહનીય કામગીરી કરી જુગારી આરોપીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી. આ પ્રશંસનીય

કામગીરી માં સામેલ પોલીસ અધિકારી અને કર્મચારીઓમાં જાતે સચિન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.બી.ઝાલા અને સાથે પો.સ.ઇ એસ.આઈ. દેસાઈ અ.પો.કો. વિક્રમભાઇ ગોવીંદભાઇ અ.પો.કો રામભાઇ વાસાભાઇ, અ.પો.કો દશરથભાઈ માવજીભાઈ અને અ.પો.કો કલ્પેશ બાપુરાવ વગેરે હાજર હતાં

 
 
 

Kommentare


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page