નગર સેવક રોહિણી છોટુભાઈ પાટીલ એ મેળવ્યું નેશનલ ગ્લોરી એવોર્ડ્સ ૨૦૨૨ નું બહુમાન...
- Praja Pankh
- Oct 4, 2022
- 1 min read

9 પ્લેનેટ્સ રિસર્ચ એન્ડ મીડિયા દ્વારા નેશનલ ગ્લોરી એવોર્ડ્સ 2022નું આયોજન હોટલ સહારા સ્ટાર ખાતે કરવામાં આવ્યું હતું......
સચિન : 9 પ્લેનેટ્સ રિસર્ચ એન્ડ મીડિયા એ એક અગ્રણી માર્કેટ રિસર્ચ અને એવોર્ડ ઓર્ગેનાઈઝિંગ કંપની છે જે બિઝનેસ એજ્યુકેશન, હેલ્થ એન્ટરટેઈનમેન્ટ અને રિયલ એસ્ટેટ વગેરે ક્ષેત્રોમાં ઘણી તકો પ્રદાન કરે છે અને તેનો હેતુ વિવિધ ક્ષેત્રોમાં સારું કામ કરી રહેલા વ્યક્તિત્વને ઓળખવાનો છે.
આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના માનનીય રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશ્યરીજી આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે પીએસી કમિટી સદસ્ય છોટુભાઈ પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કારોના વિજેતાઓને ઇનામો એનાયત કર્યા હતા અને બોલીવુડ OTT અને મનોરંજન જગતની ટીવી સેલિબ્રિટી તરીકે મોલી ગાંગુલી ચારુ આસોપા સેન, દિશા પરમાર, પૂજા ગૌર શિખા સિંહ શાહ આસિયા કાઝી અપર્ણા દિક્ષિત ડોનલ બિષ્ટ ઓટીટી ફેમ અમોલ પરાશર અનુષ્કા કૌશિક, બબલી બાઉન્સર મૂવી ફેમ અભિષેક બજાજ ફિલ્મ પ્રોડ્યુસર દીપક સોશિયલ વર્કર્સ સ્નેહા કામથ, સુરતના બાંધકામ સમિતિ ચેરમેન રોહિણી છોટુભાઈ પાટીલ અને એડવોકેટ શાંભવી હેમંત સાવંત સહિત શિક્ષણ, આરોગ્ય અને વેપાર ક્ષેત્રની 50 થી વધુ હસ્તીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 9 પ્લેનેટ્સના ડિરેક્ટર પ્રવીણ ગોયલ અને કાકલી બેનર્જી કહે છે કે તેમનો ધ્યેય એવી વ્યક્તિત્વોને આગળ લાવવાનો અને સન્માન કરવાનો છે અને તેમના સારા કાર્યોને પ્રોત્સાહન આપવાનો છે, જેઓ સમાજ માટે સંપૂર્ણ સમર્પણ અને સખત મહેનત સાથે પોતાનું કામ કરી રહ્યા છે અને સમાજમાં ઊંચું યોગદાન આપે છે. તેને વધુ સારું બનાવે છે જેથી તેમની કદર કરવી એ આપણી સહુની ફરજ બને છે.
Comments