નગર સેવકોની મહેનત રંગ લાવી, 7 મિટર પહોળો, 1500 મિટર લંબાઇવાળા રસ્તાનું થયું ખાતમુહુર્ત..
- Praja Pankh
- Oct 29, 2021
- 2 min read
રૂપિયા 46.43 લાખ ના ખર્ચે રી કાર્પેટ રોડ્ના ખાતમુહુર્તમાં શ્રીમતી ચોર્યાસી ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, વોર્ડ 30ના નગર સેવકો અને અન્ય નગરજનો, વેપારી વર્ગ અને પદાધિકારીઓ તથા અધિકારીઓની મોટી સંખ્યાની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર દ્વારા શ્રીફળ વધાવી રોડ કાર્યના શ્રી ગણેશ કરાયા. . . .
સચિન પ્રજા પંખ દ્વારા : સચિન જીઆઇડીસી તથા અન્ય ઓધોગિક વિસ્તારથી સજ્જ સચિન વિભાગના ચારે તરફના ગામોમાં સ્થાનિકો સાથે મોટા ભાગે રોજી રોટી માટે આવેલા પરપ્રાંતવાસી શ્રમજીવીઓ વધુ વસવાટ કરે છે ત્યારે તેમને જોઇતી સુવિધાઓથી તેઓ વંચિત ન રહે તેની કાળજી હમેશા સ્થાનીક નગર સેવકો લેતા આવી રહ્યા છે, આજે કામદાર અને કારખાનેદારોને પોતના ફેકટ્રીઓ સુધી આવવા જવા માટે મુખ્ય સારા રસ્તાઓની જરુરીયાત તાતી રહે છે. ત્યારે આ વિસ્તાર હજી ગત વર્ષે જ મનપા માં સમાવેશ થયો છે. પરંતુ સ્થાનિક નગર સેવકોની કામ કરવાની ગૂડ પધ્ધતીથી વોર્ડ 30 ના તમામ કામો મનપા દ્વારા અગ્રેસર થઈ રહ્યા છે. જેનો શ્રેય સ્થાનીક નગર સેવકોને જ જાય છે, આ રોડ્નો પણ જીવતો દાખલો જોઇએ તો આજે ગત ચોમાસામા ભારેથી અતી ભારે વરસાદના કારણે ઊંડા ખાડાઓ સાથે ખખડધજ્જ થઈ ગયેલ સિધ્ધિ વિનાયક થી છેક ઉંબર ગામ સુધીનો આ રોડ ફરી બનાવવા સ્થાનિક કર્મઠ, દિર્ઘદ્રષ્ટી ધરાવતાં યુવા નગર સેવક અને ટીપી સમિતિ સદસ્ય એવા ચિરાગસિંહ સોલંકી પાસે ગામના સ્થાનિક પદાધિકારીઓ અને નગરજનોની અનેક ફરીયાદો મળી રહી હતી જેને લઈને અન્ય સાથી યુવા નગર સેવકો હસમુખભાઇ નાયકા, ( ચેરમેન કાયદા સઅમિતિ) રીનાબેન રાજપૂત (સદસ્ય પાણી સમિતિ ) પિયુષાબેન પટેલ ( સદસ્ય બાંધકામ સમિતિ) સાથે વિચાર વિમર્શ કરી નગરજનોની પરેશાની દૂર કરવા તાત્કાલિક જીલ્લા ભાજપા સુરત જિલ્લા સંગઠન અધ્યક્ષ સંદીપ દેસાઇનો સમય લઈ સાથે મિટિંગ કરી ઉપરોક્ત રોડની ધારદાર રજુઆત કર્યા બાદ સહુના લાડલા એવા સંદીપ દેસાઇએ પણ લોકોના લોકહીતનો પોઝિટીવ વિચાર લોકલાડીલા પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ સી આર પાટીલ સામે રજુ કર્યો હતો અને સાથે ચર્ચા કરી લેખીતમા રજુઆત કરી, જેને યુધ્ધના ધોરણે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે તાત્કાલિક રૂપિયા 46.43 લાખ ના ખર્ચે રી કાર્પેટ કરી ખાત મુહુર્ત કરવા મંજુરી ની મોહર મારી આપી. જેથી આજ રોજ 28-10-2021 એ આ રોડનુ ખાતમુહુર્ત ચોર્યાસીના નામાંકિત ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલની મુખ્ય આગેવાનીમા સહુના હસ્તે કરવામાં આવ્યું. આ પાવનઘડીએ વોર્ડ 30 ના સ્થાનિક કર્મઠ, દિર્ઘદ્રષ્ટી ધરાવતાં યુવા નગર સેવક અને ટીપી સમિતિ સદસ્ય એવા ચિરાગસિંહ હરીશસિંહ સોલંકી સાથે હમેશા કાર્યને વેગવાન બનાવનારા યુવા એવા હસમુખભાઇ શંકરભાઇ નાયકા, ( ચેરમેન કાયદા સમિતિ) તેમજ હમેશા કાર્યરત રહેતી બને બહેનો એવી શ્રીમતી રીનાબેન અજીતસિંહ રાજપૂત (સદસ્ય પાણી સમિતિ) અને શ્રીમતી પિયુષાબેન ભરતભાઇ પટેલ (સદસ્ય બાંધકામ સમિતિ) ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ત્યારે સાથે પુર્વ અને વર્તમાન પદાધિકારીઓ, મનપા અધિકારીઓની મોટી સંખ્યાની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર દ્વારા શ્રીફળ વધાવી રોડ કાર્યના શ્રી ગણેશ કરાયા હતાં. આ ખાત મુહુર્ત વિધિ માં મનપાના ડેપ્યુટી કમિશ્નર કિનખાબવાળાના આદેશ અને માર્ગદર્શનમાં મનપા એન્જીનિયર તથા કર્મચારીઓએ આ રોડ ત્રણ દિવસમા બની જાય તે રીતે આ કામ હાથમાં લીધુ છે. યાદ રહે બહુ જજર્જરીત થઈ ગયેલ આ મુખ્ય રોડ પરથી જતાં આવતાં વાહન ચાલકોને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડતો હતો જે કારણે આ રોડ વહેલી તકે લોકોના પુન:ઉપયોગી થાય તેવા પગલા લેવા બદલ શાસકોને નગરજનોએ બિરદાવ્યા છે.
コメント