ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીમાં સદસ્ય તરીકે મનપા યુનિયનનાં મોહમંદ ઇક્બાલ શેખની નિમણ
- Praja Pankh
- Jul 30, 2021
- 1 min read

સચિન પ્રજાપંખ : ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સોદાગર વાડ્, સુરત દ્વારા બાલવાડીથી ધોરણ 12 સુધીની વિવિધ માધ્યમ્ની 10 જેટલી શાળઓ ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી હસ્તક કાર્યરત છે. આ શાળાઓને આગળ પ્રગતી માટે તથા વિધ્યાર્થિઓના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત તમામ શાળાઓની એક ઇન્ટરવ્યુ કમિટી બનાવવામાં આવી છે. જેના એક સદસ્ય તરીકે જાણીતા સામાજિક અને સુરત મહાનગર પાલિકાના યુનિયન અગ્રણી એવા મોહમંદ ઇક્બાલ શેખની નિમણુંક કરવામાં આવી છે. તેઓ અખિલ ભારતીય સેવા દળ, સુરત શહેર જિલ્લાધિનાયક તથા સુધરાઇ કામદાર (સ્ટાફ) મંડળના પ્રમુખ, સુરત મ્યુનિસિપાલટી કોર્પોરેશન સેનટરી ઇન્સપેકટર્સ એસોસિએશનના પ્રમુખ, તેમજ રાજ્ય કક્ષાની સંકલન સમિતિ અને અન્ય સામાજિક સંસ્થાઓમાં છેલ્લા 40 વર્ષથી સેવાઓ આપી રહ્યા છે.



Comments