top of page

ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ એ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા..

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Dec 16, 2022
  • 1 min read

શ્રી સી એન મહિડા પ્રાથમિક શાળા સાબરગામ મા ચોર્યાસી તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું..

ચોર્યાસી તાલુકા શિક્ષક સંઘ દ્વારા સંદીપભાઈ દેસાઇ નુ વિશેષ બહુમાન કરાયું

પ્રજાપંખ સચિન : ચોર્યાસી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવનિયુક્ત 168 ચોર્યાસીના ના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ નું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરી તેમનુ બહુમાન કરવામાં આવ્યું. જેમાં ચોર્યાસી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ત્રિવેદી, મહેન્દ્રસિંહ વાંસીયા, મહામંત્રી શ્રી નરેશભાઈ ભટ્ટ તેમજ સંઘના તમામ હોદ્દેદારો હાજર રહી તેમનું બહુમાન કર્યું હતું અને શિક્ષકોને પ્રશ્નોને વાચા આપવા તેમજ ભવિષ્યમાં જે કોઈ જરૂરિયાત પડે તે મદદ કરવાની તેમણે ખાતરી આપી હતી. ગત રોજ ચોર્યાસી તાલુકાનું સુરત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના ગણિત વિજ્ઞાન પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે સાબરગામ ખાતે હાજર રહી ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું અને તેમાં વિદ્યાર્થીઓ તેમજ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં સાબરગામ હાઈસ્કૂલના પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી તેમજ અન્ય ટ્રસ્ટીઓ હાજર રહી બાળકો ને પ્રોત્સાહિત કાર્ય હતા. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તેમજ બીટ નિરીક્ષકો ઓ પણ હાજર રહી વિધાર્થી પ્રોત્સાહિત કર્યા હતા. ગણિત-વિજ્ઞાન પ્રદશર્નમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે ચા નાસ્તો ભોજનની પણ વ્યવસ્થા કરી હતી. અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. શિક્ષકો સી.આર.સી કો-ઓર્ડીનેટર હાજર રહ્યા હતા. ઉદ્ધઘાટન સમારોહ ની આભાર વિધિ બી.આર.સી પરેશભાઈ ટંડેલે કરી હતી. પુર્ણાહુતી આભાર વિધિ ટીપીઓ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલે કરી હતી. આ પ્રસંગે ચોર્યાસી નાં ધારાસભ્ય શ્રી સંદિપ દેસાઇ એ સાયન્સ કૃતિઓ સાથે બાળ વૈજ્ઞાનિકોને મળીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page