ધારાસભ્ય શ્રીમતી ઝંખના બેન પટેલ અને ચોર્યાસી તાલુકા પ્રમુખ આસ્તિક પટેલના અધ્યક્ષતામાં....
- Praja Pankh
- Nov 20, 2021
- 2 min read

ધારાસભ્ય શ્રીમતી ઝંખના બેન પટેલ અને ચોર્યાસી તાલુકા પ્રમુખ આસ્તિક પટેલના અધ્યક્ષતામાં આજુબાજુના પાંચ ગામો માટેના સેવા સેતુના કાર્યક્રમનો પ્રારંભ કરાયો

લાજપોર શાળામાં સાતમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
સચિન પ્રજા પંખ : ચોર્યાસી તાલુકાના લાજપોર ખાતેનાં સરકારી મુખ્ય પે શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો ગામ લાજપોર સહિત પાસેના અન્ય ચાર પોપડા, કછોલી, શામરોદ અને કપલેથા ગામો માટે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. સેવા સેતુ ના કાર્યક્રમનું ધારાસભ્ય શ્રીમતી ઝંખના બેન પટેલ ના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે આસ્તિક પટેલ ચોર્યાસી તાલુકા પ્રમુખ અને કાંતિભાઈ રાઠોડ કારોબારીની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી, સહુ મહેમાનો એ ગ્રામ્ય જનતાને સેવા સેતુ ના કાર્યક્રમોનું મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઝંખના બેન પટેલે જણાવ્યું હતું કે ગ્રામ્ય લેવલાના છેવાડા ના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભો સરળતાથી મળી શકે તે માટે સરકાર દ્વારા આ સેવા સેતુ ના સાતમા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે .. રાજ્ય સરકાર દ્વારા અવારનવાર સેવા સેતુ નો કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ગામનો કોઈક વ્યક્તિને સરકારી યોજનાઓની જરૂર હોય અને તે સેવા થી વંચિત ન રહી જાય અને એક જ જગ્યાએ સરકારી સેવાનો લાભ સરળતા થી મળે રહે તે હેતુથી આ સરકાર દ્વારા સેવા સેતુના કાર્યક્રમો કરી સરકારી અનેક યોજનાઓ નો લાભ લાભાર્થીઓને મળતા રહે તેવા પ્રયાસના ભાગ રૂપે સેવા સેતુ ના કાર્યકમો યોજવામાં આવતા હોય છે.
આ સેવા સેતુ ના કાર્યક્રમમાં ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના બેન પટેલ, ચોર્યાસી તાલુકા પ્રમુખ આસ્તિક પટેલ, ચો.તા.કારોબારી કાંતિભાઈ રાઠોડ, ચોર્યાસી ડે.મામલતદાર વાઘેલા અને તેમની ટીમ ઇન્ચાર્જ ટી ડી ઓ બહાદુર ભાઈ, લાજપોર સરપંચ રેખાબેન પટેલ, ડે.સરપંચ અશોકભાઈ ફકીરભાઈ પટેલ, અને લાજપોર તલાટી કમ મંત્રી જીમિભાઈ પટેલ, અન્ય ગામના તલાટી કમ મંત્રીશ્રી, સાથે ચોર્યાસી તાલુકા પંચાયત સભ્યશ્રી ઇમરાન બુલબુલીયા, સ્થાનિક અહમદ કોલા, ફારુખ કોલા, અબુભાઈ કોલા સાથે ગામના અન્ય અગ્રણીઓ સહિત ચોર્યાસી મામલતદાર વહીવટીતંત્ર અને એમની ટીમ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
Comments