top of page

ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવનો પ્રારંભ..

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jun 27, 2024
  • 1 min read


સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત હૈદરગંજ પ્રાથમિક શાળા નં. 366માં ઉજવાયો પ્રવેશોત્સવ.

પ્રજા પંખ સચિન: હૈદરગંજ પ્રાથમિક શાળા નં. 366માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળાપ્રવેશોત્સવ 2024નું આયોજન માનનીય ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું. આ પ્રસંગે વાલીઓ, અગ્રણીઓ અને નાના-નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા અને સૌએ ભુલકાઓને પ્રથમ વિદ્યારંભ પ્રસંગે આશીર્વાદ આપ્યા. મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ પ્રિન્સિપાલ ત્રિવેદી અને શિક્ષગણોએ મહેમાનોને પુષ્પગુચ્છ સમાન પુસ્તક ભેટ આપી આવકાર્યા.

આજના કાર્યક્રમના અધ્યક્ષ માનનીય ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈ (ધારાસભ્ય, ચોર્યાસી) હતા અને કાર્યક્રમના ઉદ્ગાટક શ્રી રાજેન્દ્રભાઈ આઈ. પટેલ (સભ્ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત) હતા. સાથે જ લાઈટ એન્ડ ફાયર ચેરમેન ચિરાગસિંહ સોલંકી, નગર સેવક અને માજી કાયદા સમિતિ ચેરમેન હસમુખ નાયકા, નગર સેવક અને મસ્કતી હોસ્પિટલ સદસ્ય રિનાદેવી રાજપૂત, સુરત શહેર મંત્રી ભીખુભાઇ પટેલ, વોર્ડ૩૦ પ્રમુખ દિપક ચૌધરી, મહામંત્રી મનોજસિંહ સોલંકી, હૈદરગંજ શાળા સમિતિ સદસ્યો, અન્ય માજી નગર સેવકો સહુ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા.

ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈ અને અન્ય ઉપરોક્ત પધારેલ મહેમાનોએ ૯૩ નાના ભૂલકાઓને શાળા પ્રવેશ માટે કુમકુમ પગલાં પાડી પ્રવેશ કરાવ્યો. સાથે પુસ્તક, નોટબુક, દફ્તર અને ચોકલેટ અર્પણ કરી હતી. સંદીપભાઈએ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના પ્રસંગે પ્રવચન આપીને સરકારની વિવિધ ઉપલબ્ધિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી સાથે કોમ્યુટર લેબનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આભાર વિધિ પ્રિન્સિપાલ રાજેશ ત્રિવેદીએ કરી હતી. આ ખુશનુમા પ્રસંગે હાજર સૌ વાલીઓ અને અગ્રણીઓએ પણ બાળકોને અભિનંદન પાઠવ્યા અને ઉત્સાહવર્ધક વાતો કરી.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page