top of page

ધી ન્યુ મ્યુનિસિપલ પ્રાયમરી સ્કૂલ ટીચર્સ કો.-ઓ.ક્રેડિટ સોસાયટીની 85મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ ગઈ

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Mar 23, 2021
  • 2 min read

રાજ્ય એવૉર્ડી શિક્ષક રાજેશ ધામેલિયા, નિવૃત્ત કારોબારી સભ્યો તેમજ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું જેમાં એવૉર્ડી શિક્ષક રાજેશ ધામેલિયાએ જણાવ્યુ કે, આજ સુધીમાં મને જે એવૉર્ડ મળ્યા છે; તેમાં મારા શાળાપરિવારનું ખૂબ મોટું યોગદાન છે. શાળાના તમામ શિક્ષક ભાઈઓ- બહેનો તરફથી હંમેશાં સાથ-સહકાર અને પ્રોત્સાહન મળ્યું છે. ધી ન્યુ મ્યુનિસિપલ પ્રાયમરી સ્કૂલ ટીચર્સ કો.-ઓ.ક્રેડિટ સોસાયટીના કારોબારી સભ્યો અને સભાસદશ્રીઓનો પણ આ સન્માન બદલ આભાર માનું છું.

સચિન : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ – સુરતમાં ફરજ બજાવતા શિક્ષકોના ઉત્કર્ષ માટે સ્થપાયેલી ધી ન્યુ મ્યુનિસિપલ પ્રાયમરી સ્કૂલ ટીચર્સ કો.-ઓ.ક્રેડિટ સોસાયટીની 85મી વાર્ષિક સાધારણ સભા સગરામપરા ખાતે યોજાઈ હતી. જેમાં શ્રી દિનેશભાઈ ટંડેલે આવકાર પ્રવચન કર્યું હતું. સોસાયટીના મંત્રીશ્રી મનસુખભાઈ પટેલ અને ચેરમેન શ્રી કિશોરસિંહ કપલેટિયાએ વાર્ષિક અહેવાલ, સરવૈયું ,વિવિધ ઠરાવો વગેરે રજૂ કર્યાં હતાં. ઉપસ્થિત સભાસદોએ તેને બહાલી આપી હતી. આગામી વર્ષથી વ્યાજદરમાં ઘટાડો કરવાના ઠરાવને સહર્ષ સૌએ વધાવ્યો હતો.

આ પ્રસંગે સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિવૃત્ત કારોબારી સભ્યો તેમજ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન કરવા બદલ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા 15 જેટલા એવૉર્ડ મેળવવા બદલ ધી ન્યુ મ્યુનિસિપલ પ્રાયમરી સ્કૂલ ટીચર્સ કો.-ઓ.ક્રેડિટ સોસાયટી દ્વારા રાજેશ ધામેલિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન પ્રતિભાવ આપતા રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, આજ સુધીમાં મને જે એવૉર્ડ મળ્યા છે; તેમાં મારા શાળાપરિવારનું ખૂબ મોટું યોગદાન છે. શાળાના તમામ શિક્ષક ભાઈઓ- બહેનો તરફથી હંમેશાં સાથ-સહકાર અને પ્રોત્સાહન મળ્યું છે. ધી ન્યુ મ્યુનિસિપલ પ્રાયમરી સ્કૂલ ટીચર્સ કો.-ઓ.ક્રેડિટ સોસાયટીના કારોબારી સભ્યો અને સભાસદશ્રીઓનો પણ આ સન્માન બદલ આભાર માનું છું. શિક્ષક સોસાયટીમાં પારદર્શક વહીવટ થઈ રહ્યો છે.વર્ષોથી ચૂંટણીને બદલે સર્વાનુમતે કારોબારી સભ્યોની પસંદગી થાય છે, જે ખૂબ આનંદની વાત છે. આ પ્રસંગે શ્રી જિજ્ઞેશભાઈ ઠાકર, શ્રી રાકેશભાઈ દેસાઈ, શ્રી દિનેશભાઈ ટંડેલ, શ્રી દીપકભાઈ પટેલ, કારોબારી સભ્યશ્રીએ, નિવૃત્ત શિક્ષક ભાઈઓ-બહેનો તેમજ સભાસદશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. અંતમાં ચેરમેન શ્રી કિશોરસિંહ કપલેટિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page