top of page

દિવાળીના તહેવારને લઈ હંગામી ફટાકડા વેચાણનું લાયસન્સ....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Sep 21, 2022
  • 1 min read

દિવાળીના તહેવારને ધ્યાને લઈ હંગામી ફટાકડા વેચાણનું લાયસન્સ મેળવવા માટે અરજદારોએ સંબંધિત પો.સ્ટે.માં અરજી કરવી

સુરતઃ બુધવારઃ પ્રજાપંખ આગામી તા.૨૪/૧૦/૨૦૨૨ના રોજ દિવાળીના તહેવારને અનુલક્ષીને સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં(સુરત મહાનગર પાલિકાના માલિકીવાળા બુથો સિવાય) ફટાકડાનો હંગામી ધોરણે ધંધો કરવા ઈચ્છતા અરજદારોને તેઓ જે સ્થળે ધંધો કરવા ઈચ્છતા હોય તેઓને ફટાકડા લાયસન્સ મેળવવા અંગેના વિનામૂલ્યે અરજીફોર્મ સંબંધિત પોલીસ સ્ટેશન ખાતેથી તા.૦૫/૧૦/૨૦૨૨ સુધી મેળવી સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિયત કરવામાં આવેલા પુરાવાઓ સાથે જમા કરવાના રહેશે. જે વેપારી/અરજદારોની અરજીઓ શરતોને આધિન હશે તેઓને લાયસન્સ શાખામાંથી હંગામી ફટાકડા વેચાણ કરવા માટેનું લાયસન્સ ઈશ્યુ કરવામાં આવશે. જેની નોંધ લેવા નાયબ પોલીસ કમિશનર(વિશેષ શાખા)શ્રી જે.એન.દેસાઈની યાદીમાં જણાવ્યું છે.

-૦૦-

 
 
 

Comentários


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page