દિલ્લી PAC કમિટી મિટીંગમાં શ્રી છોટુભાઈ પાટીલ દ્વારા સ્થાનિક રેલ્વે સ્ટેશનના વિકાસ માટે રજૂઆત...
- Praja Pankh
- Jan 3, 2022
- 1 min read
છોટુભાઈ પાટીલ દ્વારા ભેસ્તાન, સચિન, મરોલી, નવસારી, અમલસાડ, સંજાણ અને ઉમરગામ રેલ્વે સ્ટેશનના વિકાસ માટે તા. 27 થી 29 જાન્યુઆરી 2022 દરમ્યાન સ્ટેશન સ્થળ નિરિક્ષણ પ્રવાસ !
સચિન પ્રજાપંખ :ભેસ્તાન થી ઉમરગામ બહૂસંખ્ય શ્રમજીવી નાગરિકોના સહજ અને ઓછા ખર્ચે સુલભ પ્રવાસ માટે લોકલ ટ્રેનોમાં વધુ સામાન્ય કોચ જોડવા અને બંધ ટ્રેનોને શરૂ કરવા શ્રી છોટુભાઈ પાટીલ દ્વારા આગ્રહથી રજૂઆત કરાઈ. આ સાથે વાપી, સચિન, ઉધના, સુરતમાં ઇન્ડસ્ટ્રી બેલ્ટ હોવાથી આ સ્ટેશનો પર લોકલ ટ્રેનોના સ્ટોપેજની માગણી કરવામાં આવી. આ ઉપરાંત પ્રવાસીઓને જરૂરતના સમયે તત્કાલ મદદ પહોંચાડી શકાય તે માટે ઘણા સ્ટેશનો પર RPF અને GRPF ની નવી ચોકીઓ બનાવવાની લોકસુરક્ષા માટે મહત્વની માગણી કરવામાં આવી.
ભેસ્તાન રેલ્વે સ્ટેશન પાસે એસ.એમ.સી.smc પ્રીમાઈસિસ સુધી રોડ બન્યો છે. પણ સ્ટેશન સામેના રોડનું કામ અધૂરું છે જે પૂર્ણ કરવામાં આવે. આ રોડના કામને વેગ આપવામાં આવે.
વાપી સ્ટેશન પર લાઇસન્સ સહાયક - કુલી ભાઈઓને કામ મળે તે માટે તેમની વ્યવસ્થા કરવામાં આવે. જેથી પ્રવાસી અને શ્રમિક ભાઈઓ બંનેને મદદ થાય.
તાપ્તી સેક્ષનના નિરિક્ષણ દરમ્યાન અમલનેર રેલ્વે સ્ટેશન પાસે સતી માતાનું મંદિર છે. જેના અંદર પાસ સાથે મંદિરનો રસ્તો જોડાવાનું કામ ચાલુ હતું. તે કયા સુધી પહોચ્યું તેની માહિતી માગવામાં આવી.
DFCC કોરિડોર બની રહ્યો છે જેના વિસ્તારમાં આવતા રેલ્વે સ્ટેશનનો પ્રવાસીઓને અડચણ ઉભી નહીં થાય તે માટે ફૂટ ઓવર બ્રિજ અથવા અંડર પાસ આપવામાં આવે આવી અનેક માંગણીઓ પી એ સી મેમ્બર છોટુભાઈ ઈ. પાટીલ દ્વારા કરાઈ છે.
Comments