દાંડી યાત્રા માર્ગે આઝાદી નાં 75 વર્ષ ની દેશવ્યાપી ઉજવણી યાત્રામાં કપ્લેથા ગામ ફરી સાક્ષી બન્યું
- Praja Pankh
- Apr 3, 2021
- 1 min read
સચિન પ્રજા પંખ : 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી અમદાવાદના મહેમાન બન્યા અને અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ દાંડીયાત્રા 21 દિવસ સુધી ચાલશે અને નવસારી જિલ્લામાં આવેલા દાંડી ગામ ખાતે યાત્રા પૂર્ણ કરવામાં આવશે. જે અનુસંધાને ગત રોજ સાંજે આ દાંડીયાત્રા વાંઝ ગામ ખાતે આવી પહોંચી હતી ત્યાંથી આગળ
આ દાંડી યાત્રા માર્ગે આઝાદી નાં 75 વર્ષ ની દેશવ્યાપી ઉજવણી યાત્રા કાજે આજ રોજ એટલે કે તારીખ 3/4/2021 ના રોજ કપ્લેથા ગામ ખાતે આવી પહોંચી હતી. કપ્લેથા ગામ સુરત જિલ્લા નું છેવાડે આવેલું એક ઐતિહાસિક ગામ છે જ્યાં મહાત્મા ગાંધીજી નમક ઉપર જે (કર) વધારવા માં આવ્યો હતો તેને નાબૂદ કરવા સાબરમતી આશ્રમ થી લઇ દાંડી ગામ ના દરિયા કિનારા સુધી ની યાત્રા સને 1930 દરમિયાન કરેલી, જેમાં કપ્લેથા ગામ ખાતે આવી ગાંધી બાપુ એ પ્રવચન આપેલ અને કપ્લેથા ગામ ના પૂર્વજો વડીલો દ્વારા ₹137/- નો ફાળો ઉઘરાવી અર્પણ કરેલ અને કપ્લેથા ગામ ખાતે આવેલી મીંઢોળા નદી ઉપર બળદગાડા વડે પુલ બનાવી નદી સફળતા પૂર્વક પાર કરાવી નવસારી જિલ્લા ના ચોખડ ગામ ના ઓવારા સુધી પહોંચાવી મહત્વ નું યોગદાન આપ્યું હતું. આજે પણ સહુ ગ્રામવાસિયો જોડાયા હતા. હુઁ આજે કપ્લેથા પ્રાથમિકશાળા ના આચાર્યશ્રી વિજયરાજ તથા શિક્ષકમિત્રો અને મદ્રેસા ઇસ્લામિયા કપ્લેથા ના મિત્રોં નો આભારી છું કે તેઓ દાંડી યાત્રામાં જોડાયા એટલુજ નહીં ગામના વડીલો અને આગેવાનો માં ખાસ એવા સુફિયાન દેગિયા અય્યુબ ચીચવાડીયા, તાલુક ચોર્યાસી સદસ્ય ઇમરાનભાઈ બુલબુલિયા અને મોલ્વી બશીર દેગીયા પણ જોડાયા હતા અને દાંડી યાત્રાનું સુંદર રીતે સ્વાગત નું આયોજન કર્યું હતું. . 03-04-2021 .
Comments