top of page

દાંડીયાત્રા તા.૨૯મીએ બપોર બાદ એરથાણથી નીકળી ટકારમા, સોંદામીઠા થઈ ભાટગામ આવી પહોચીઃ

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Mar 30, 2021
  • 1 min read

ટકારમા ગામેથી ભટગામ સુધી પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ


દાંડીયાત્રામાં જોડાઈને યાત્રીઓનો ઉત્સાહ વધાર્યોઃ

સુરતઃમંગળવારઃ- આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના રોજ

અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રાનું તા.૨૯મી માર્ચે બપોર બાદ ઓલપાડ તાલુકાના

એરથાણથી ટકારમા, સોંદામીઠા થઈ ભટગામ પહોચી હતી. જયાં ઠેર ઠેર ગ્રામજનોએ ફુલહાર,

સૂતરની આંટીથી દાંડીયાત્રીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ટકારમા ગામેથી ભટગામ સુધીની

યાત્રામાં પાણીપુરવઠામંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ દાંડીયાત્રામાં જોડાઈને યાત્રીઓનો ઉત્સાહ

વધાર્યો હતો.

ભટગામે યોજાયેલા દેશભક્તિસભર કાર્યક્રમમાં સંબોધન કરતા મંત્રીશ્રી

બાવળિયાએ જણાવ્યું હતું કે, દાંડીયાત્રાએ આઝાદીના સંગ્રામમાં અનેરૂ મહત્વ ધરાવે છે. આ

યાત્રાના પરિણામે અંગ્રેજોના પાયા હચમચી ગયા હતા. સમગ્ર વિશ્વએ આ યાત્રાનો નોંધ લીધી

હતી. ગાંધીજીએ દાંડીયાત્રા દ્વારા સમગ્ર ભારતવાસીઓમાં આઝાદીની લડાઈ માટે નવી ઉર્જાનો

સંચાર કર્યો હતો. જનજન સુધી આઝાદીની લડત લઈ જવા માટે અંગ્રેજોના જુલ્મી મીઠાના

કરના કાળા કાયદા સામે ચપટી મીઠું ઉપાડીને ભંગ કર્યો હતો. આઝાદીની લડતમાં અનેક

સ્વતંત્રતા સેનાનીઓ, વીરોના બલિદાનોને યાદ કરવા માટે ૭૫ વર્ષની ઉજવણીને યાદગાર

બનાવવા માટે વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારતમાં અમૃત મહોત્સવનું આયોજન કરીને આઝાદીના

લડવૈયાઓને યાદ કરવાનો અવસર આપ્યો છે.

આ વેળાએ રમતગમત યુવા સાસ્કૃતિક વિભાગ દ્વારા વિવિધ રાજયોના લોકનૃત્યો

રજુ કરીને દેશભકિતસભર કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી

અમિતભાઈ, મામલતદારશ્રી ભરત સકસેના, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગાંધી વિચારકશ્રી

ઈશ્વરભાઈ પટેલ, તા.પં.પ્રમુખશ્રી જીગ્નેશભાઈ, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકાબેન

લાઠિયા, યુવા સરપંચ પ્રિયાબેન તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 
 
 

Recent Posts

See All
ગુજરાતની ત્રણ હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિએ ગુજરાતના શ્રીમતી કુમુદિની લાખિયા (મરણોત્તર)ને કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ, શ્રી લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રમાં પદ્મશ્રી અને...

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page