top of page

તોલમાપમાં ગોલમાલ કરનારા વેપારીઓ દંડાયાઃ અન્યો પર અધિકારીઓની બાઝ નજર

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Feb 25, 2021
  • 2 min read

જો હવે સચિનમાં આપ ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેશો, વજન કરતા ઓછુ

વજન આપશો તો અને ગ્રાહકો સાથે કોઈપણ પ્રકારની છેતરપીંડી કરશો તો આપ સામે સખત દંડનીય

કાર્યવાહી કરવામાં આવશે. . . . વેપારી / એકમોની ઓચિંતી તપાસણી થઈ શકે ?

ફરિયાદ કે માર્ગદર્શનની જરૂરીયાત હોય તો મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી નો સંપર્ક કરવો અથવા પ્રજાપંખ માં વિગત મોકલી શકો છો.


DEMO

પ્રજાપંખ : સૂરત અને તાપી જિલ્લાની મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના નિરિક્ષકોએ જાન્યુઆરી-૨૦૨૧ દરમિયાન તોલમાપ કાયદાનો ભંગ કરનારા કસૂરવાર

વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રી બી.આર.વિશાણાના માર્ગદર્શન હેઠળ કચેરીના નિરીક્ષકો દ્વારા

વેપારી/એકમોની ઓચિંતી તપાસણી કરી વજનમાપ તથા પી.સી.આર. કાયદાના ભંગ બદલ ૪૧ વેપારી/એકમો સામે કેસ કરી રૂા.૧૪,૬૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.


સુરત અને તાપી જિલ્લાના ૨૫૪૯ વેપારી એકમોની ચકાસણી અને મુંદ્વાકનની કામગીરી હાથ ધરી રૂા.૨૮,૬૪,૯૬૭ની સરકારી ફી વસુલ કરવામાં આવી હતી. વધુમાં બે મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આનંદ મહલ રોડ, અડાજણ ખાતે ૧૭ વેપારી એકમો પાસેથી પ્રોશીકયુશન કેસ કરી રૂા.૭૩૦૦નો દંડ તથા તાપી જિલ્લાના વ્યારાના માયાપુર ખાતે ૧૫ વેપારીઓ એકમો સામે કેસ કરી રૂા.૪૩૦૦નો દંડ સ્થળ પર વસુલ કરવામાં આવ્યો હતો. પુણાગામના ગ્રાહકની ફરિયાદ મુજબ વરાછાની ટેકહોમ સેલ્સ દ્વારા ડેમોનું ફ્રિજ વેચાણ કરતા આ ફ્રીજ બદલી આપવામાં આવ્યું હતું. તેમજ રૂા.૭૧૨૬ પરત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઓલપાડ તાલુકાના માસમા ગામ ખાતે આવેલી ચંદન ગેસ સર્વિસ દ્વારા

ઓછા વજનવાળા ગેસ બોટલો ગ્રાહકોને આપવા બદલ ધી લીગલ મેટ્રોલોજી એકટ-૨૦૦૯ અન્વયે કાર્યવાહી કરી રૂા.૭૫૦૦નો દંડ કરવામાં આવ્યો હતો. સુરત જિલ્લાના ગ્રાહકોએ તોલમાપ, પેકેઝ કોમોડીટીઝ તથા ગ્રાહક સુરક્ષા અંગેની કોઈ પણ ફરિયાદ કે માર્ગદર્શનની જરૂરીયાત હોય તો મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૨, એ-બ્‍લોક, ગ્રાઉન્‍ડ ફલોર

અઠવાલાઈન્‍સ સુરતનો સંપર્ક સાધવા મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક

સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page