તિરંગા નું થયું અપમાન, અખિલ ભારતીય સેવાદળ-સુરત શહેર દ્વારા કલેકટરશ્રીને આવેદન પત્ર અપાયુ...
- Praja Pankh
- Feb 11, 2022
- 1 min read

રાષ્ટ્રધ્વજના અપમાન બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું.....
સચિન પ્રજા પંખ : સુરત શહેર સેવાદળના જિલ્લાધિનાયક મોહંમદ ઇકબાલ શેખ, સંગઠક એલ.ડી.પાલડીયા અને કાઉન્સીલ પ્રમુખ પ્રભુદાસ ટી પટેલ દ્વારા લેખીતમાં મે.કલેકટર સુરતને આવેદન પત્ર આપી જણાવ્યું છે કે, સુરત શહેરના ડુમસ રોડ પર આવેલ એરપોર્ટ ખાતે ઈન્ડક્શન કાર્યક્રમ પ્રસંગે સીઆઈએસએફ ના જવાનો દ્વારા સ્ફૂર્તિ, શક્તિ અને સુરક્ષાના કેટલાક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. જે એક સરાહનીય બાબત છે, પરંતુ આ કાર્યક્રમ દરમ્યાન સાત થી આઠ જેટલા જવાનોએ એક કાર્યક્રમ રજુ કર્યો હતો. જેમાં એક જવાનના હાથમાં રાષ્ટ્રધ્વજ હતો. જેનો લીલા રંગનો છેડો ઉપરની તરફ અને કેસરી રંગનો છેડો નીચેની તરફ હતો. જેથી રાષ્ટ્રધ્વજને ઉંધો લહેરાવવામાં આવ્યો હતો. જેનાથી ખરેખર રાષ્ટ્રધ્વજનું અપમાન થયું છે. વધુ દુઃખદ બાબત એ છે કે, આ કાર્યક્રમમાં સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ તથા અનેક લોકો હાજર હતા. આ પ્રસંગના ફોટોગ્રાફ આજરોજ સુરત શહેરના અનેક અખબારો તથા ચેનલોમાં પ્રસિધ્ધ થયેલ છે. આમ આ કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજનું અપમાન થવા બાબતની વાત ખૂબ સ્પષ્ટ રીતે સાબિત થાય છે. વધુમાં લખે છે કે રાષ્ટ્રધ્વજનું આ અપમાન કાયદેસર રીતે ગુનાનેપાત્ર છે. તેમજ આ એક ગંભીર બાબત છે. જેથી અમારી માંગણી છે કે, (1) રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. (૨) સીઆઈએસએફ જેવી એક જવાબદાર સંસ્થાના ઉચ્ચ અધિકારીઓએ દેશની જાહેરમાં માફી માંગવી જોઈએ. સાથે
દેશ હિતમાં ઉપરોકત બન્ને માંગણીઓ પુરી કરવામાં આવશે એવું પણ અખિલ ભારતીય સેવાદળ-સુરત શહેરનાં આવેદન પત્ર માં જણાવ્યું છે
Comentários