તુર્કીમાં યોજાયેલા ૩૫મા ઇન્ટરનેશનલ ફોલ્ક ડાન્સ ફેસ્ટીવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
પ્રજાપંખ સચિન : સૂરત માટે ગર્વની વાત : અડાજણ સ્થિત આવેલી પ્રિયંકી પટેલ ડાન્સ ઍકેડેમી,સૂરતના ૧૬ વિદ્યાર્થીઓએ સ્મિતા પટેલ (ડિરેક્ટર) અને પ્રિયંકી પટેલ (ડિરેક્ટર અને કોરિયોગ્રાફર) ના નેતૃત્વ હેઠળ તુર્કીમાં યોજાયેલા ૩૫મા ઇન્ટરનેશનલ ફોલ્ક ડાન્સ ફેસ્ટીવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં ભારતની ટીમે પંજાબી લોકનૃત્ય, રાજસ્થાની લોકનૃત્ય અને ગુજરાતી લોકનૃત્ય પ્રસ્તુત કર્યું હતું. આ ફેસ્ટીવલ દરમ્યાન તેઓએ તુર્કીના યલોવા શહેરના ગવર્નર તથા મેયરની મુલાકાત લીધી હતી અને તેઓને સ્મૃતિભેટ આપી સન્માનિત કર્યા હતા. આ ફોલ્ક ડાન્સ ફેસ્ટીવલમાં ભારત સહિત બોસ્નિયા, બલ્ગેરિયા, ગુરસિસ્તાન, મેસેડોનિયા, ઉત્તર સાયપ્રસ, મેક્સિકો, મોન્ટેનેગ્રો, સર્બિયા જેવા ૯ દેશો એ ભાગ લીધો હતો અને છેલ્લા દિવસે આ તમામ દેશો સાથે લોકનૃત્ય પ્રસ્તુત કરી ભારતએ સ્પેશિયલ ઍવોર્ડ જીત્યો છે. ૨૭ જૂન થી ૨ જુલાઈ દરમ્યાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.



Comments