ડી એસ પટેલ ટ્રસ્ટ સચિન દ્વારા હળપતિ બાળકોને નોટબુકો વિતરણ કરાઈ...
Jan 13, 2022
1 min read

સચિન : કહેવાય છે દાન આપનારા ઘણા છે પરંતુ તે દાન યોગ્ય વ્યક્તિ સુધી કેવી રીતે પોહંચે તેની કાળજી પણ તેટલી જ યોગ્ય હોય છે. આજ રીતે છેલ્લા બે વર્ષથી ડી એસ પટેલ ટ્રસ્ટ આવા માનવતાને વધાવી લેવાતા અનેક કાર્યો ગરીબો માટે કરતા આવી રહ્યું છે. આ વખતે પણ આ ડી.એસ .પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ (સચિન) દ્રારા સચિન થી આગળ આવેલ, કે જ્યાંથી મહાત્મા ગાંધીજી દાંડી યાત્રાએ પદયાત્રા કરીને ગયેલા એ પવિત્ર ગામ પોપડાની પ્રાથમિક શાળા પોપડા ખાતે ગરીબ હળપતિ ભાઈ બહેનોના બાળકો માટે ડી.એસ.પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી ગીરીશભાઈ ડાહ્યાભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં પોપડા પ્રાથમિક સ્કૂલના શિક્ષકોને અને દરેક બાળકો માટે નોટબુક વિતરણ કરવામાં આવી, આમ દરેક બાળકોને ૬ નોટબુક આપવામાં આવી છે અને કુલ ૩૬૦ નોટબુક આપવામાં આવી હતી એવું સંસ્થા સાથે જોડાયેલ અબ્દુલ રઝાક ભાઈ સૈયદે જણાવ્યું છે.



Comments