top of page

ટકાઉ ઊર્જા અને કલાઈમેન્ટ ચેન્જ વિષે વિવિધ શાળામાં બાળકો માટે જાગૃતતા ના કાર્યક્રમો યોજાયા

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Nov 27, 2021
  • 1 min read


સચિન પ્રજા પંખ દ્વારા: ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, અંતર્ગતના ગુજરાત કાઉન્સિલ ઓન ટેકનોલોજી(GUJCOST)-ગાંધીનગર પ્રેરિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-સુરત(District Community Science Center) દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી(GEDA), ગાંધીનગરના સહયોગથી છેલ્લા 17 વર્ષથી શાળા કક્ષાએ બાળકો માટે “બાલ ઊર્જા રક્ષક દળ (BURD) કાર્યક્રમનું પ્રાથ./માધ્ય.શાળાઓ કક્ષાએ સફળતાપૂર્વક અમલીકરણ કરવામાં આવી આવેલ છે. ચાલુ વર્ષે પણ શાળામા જ બાળકો/શિક્ષકો માટે “ચિરસ્થાયી(ટકાઉ) ઊર્જા અને કલાઈમેન્ટ ચેન્જ અંગે જાગૃતતા કાર્યક્રમો (Awareness Generation Programmes on Sustainable Energy climate change)” યોજવાનું આયોજન કરવામાં આવેલ હતું, આ કાર્યક્રમમાં બાળકો નાનપણથી જ અભ્યાસકાળ દરમિયાન ઊર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણ, ક્લાઈમેટ ચેન્જ પ્રત્યે જાગૃત અને કોન્સીયસ બને અને ઊર્જાનો કાર્યક્ષમ અને વિવેકપૂર્વક ઉપયોગ કરતા થાય, શાળામાં અને બાળકોના માધ્યમ દ્વારા સંદેશો ઘરે-ઘરે અને સમાજમાં પહોંચાડે, વિશાળ જનસમુદાય તેને વ્યવહારમાં અમલ કરે, પુન:પ્રાપ્ત/હરિત ઊર્જા જેવા વૈકલ્પિક સ્ત્રોતો અને કાર્યક્ષમ ઉપકરણોનો ઉપયોગ દ્વારા ઊર્જાની ઉણપને ઘણા અંશે નિવારી શકાય તે મુખ્ય આશય છે

ગત રોજ તા.26- નવે.નાં શહેરની ૩ શાળાઓમાં આ કાર્યક્રમો યોજવામાં આવ્યા, ૧.ગજરાબા પ્રાથ. શાળા (આઈ.જી. દેસાઈ વિદ્યાસંકુલ) ૨. જીવનભારતીના કિશોર અને કુમાંરભવન બન્ને વિભાગોમાં અલગ અલગ આ કાર્યક્રમો સફળ રીતે યોજાયા, જેમાં અમારાં CSC-સેન્ટર તરફથી ડાયરેકટર શ્રી જી.એન. કાકડિયા એ તજજ્ઞ તરીકે આજના વિષય પર પ્રવચન/પ્રેજેન્ટેશન, ડોક્યુમેન્ટરી ફિલ્મ, પ્રદર્શન અને પ્રશ્નોત્તરી(ક્વિઝ) વગેરે પ્રવૃત્તિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું, ક્વિઝમાં બાળકોને યોગ્ય પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા, દરેક શાળામાં ૨૫૦ થી વધું બાળકો/શિક્ષકો સહભાગી થયા હતા, ખુબજ આનંદ સાથે બાળકોએ આ વિષય પર ખુબજ વિસ્તૃત માહિતી મે હતી અને એસ. ઓ. પી. નાં નિયમોનું પાલન પણ કરવા અનુરોધ કરાયો હતો.......

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page