
જીવનભારતી કિશોરભવન પ્રા.વિ.માં શ્રેણી 1 ના પ્રવેશોત્સવ રંગેચંગે ઉજવણી....
- Praja Pankh
- Jun 25, 2024
- 1 min read

તા.25/6/24, મંગળવારના રોજ જીવનભારતી કિશોરભવન પ્રાથમિક વિભાગમાં શ્રેણી 1માં પ્રવેશ મેળવનાર બાળકોને સ્વાગત ગીત તેમજ બાળગીતોની રમઝટ સાથે રેલી કાઢી શાળાના આચાર્યા શ્રી ભામિની રાવલ, આચાર્ય શ્રી ડૉ.પરેશભાઈ પરમાર તેમજ વાલીમંડળના પ્રમુખ શ્રી નરેશભાઈ અને અન્ય હોદ્દેદારો તેમજ શિક્ષકો દ્વારા બાળકોને શૈક્ષણિક કિટ આપી શુભેચ્છાઓ પાઠવી આવકારવામાં આવ્યા હતા તેમજ જીવનભારતી મંડળ તરફથી બાળકોને પ્રિય કેક આપી પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અંતે નિરીક્ષક શ્રી રાજેશ પારેખે કાર્યક્રમને સફળ બનાવનાર સૌનો આભાર વ્યક્ત કર્યો.
Comments