જીવનભારતી કિશોરભવન પ્રાથમિક વિભાગને ન્યૂયોર્ક ખાતે ઇન્ટરનેશનલ ગ્રીન સ્કૂલ એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો...
- Praja Pankh
- Sep 28, 2024
- 1 min read


પ્રજાપંખ સુરત : ગ્લોબલ એન્વાયરમેન્ટ સંદર્ભે, ન્યૂયોર્ક ખાતે 8મી NYC Green school conferance તા. 23, 24 સપ્ટેમ્બર- 2024ના રોજ Cornell universityના ઉપક્રમે યોજાઈ હતી. જેમાં સુરત શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા જીવનભારતી મંડળના કિશોરભવન પ્રાથમિક વિભાગ (ધો.1 થી 5)ની પસંદગી થતાં ઇન્ટરનેશનલ ગ્રીન સ્કૂલ એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટમાં શાળા તરફથી ગ્રીન પર્યાવરણ, શુદ્ધ પાણીની સુવિધા, સોલર પ્લાન્ટ દ્વારા વીજળીની બચત, રસોડા દ્વારા કચરાનો નિકાલ અને ખાતરની બનાવટ, શાળાના પટાંગણમાં ઉછેરવામાં આવેલ વૃક્ષો અને તેની ઉપયોગીતા અંગેની માહિતી ઓનલાઇન રજૂ કરવામાં કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે કિશોરભવનનું નામ રોશન કરવા બદલ શાળાના આચાર્યાશ્રી ભામિની રાવલ, નિરીક્ષક શ્રી રાજેશ પારેખ તેમજ સમગ્ર શાળા પરિવારને જીવનભારતી મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, અધ્યક્ષ શ્રી ભાનુકુમાર શાહ, મંત્રીશ્રી અજિતભાઇ અને શ્રી મયંકભાઇ ત્રિવેદી અને અન્ય કારોબારી સભ્યો તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. એવું ભામિની રાવલ આચાર્યા જીવનભારતી કિશોરભવનએ જણાવ્યું હતું.
Comentarios