જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-સુરત દ્વારા જિલ્લા કક્ષાના “નેશનલ સાયન્સ સેમિનાર (NSS)-2022” યોજાયો...
- Praja Pankh
- Sep 15, 2022
- 1 min read

સચિન પ્રજાપંખ : GoG, ગાંધીનગર ન્યુ દિલ્હી અને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર - સુરત જિલ્લા શિક્ષણાધિકારી-સુરત સંયુક્ત ઉપક્રમે અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી-સુરત અને JCI-Surat સહયોગથી સુરત જીલ્લા ક્ક્ષાએ “નેશનલ સાયન્સ સેમીનાર 2022 અંતર્ગત વિધાર્થીઓ માટે સ્પર્ધાનું આયોજન સી.સી.શાહ સાર્વજનિક અંગ્રેજી મીડીયમ હાઇસ્કૂલ, અને રૂ.સી.માં. પુનાવાલા સાર્વ, એક્સપરીમેન્ટ સ્કૂલના તા.13/09/2022 ને મંગળવારના રોજ યોજવામાં આવેલ, જેમાં ૪૦ જેટલી પ્રાથ./માધ્ય શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા. “ટકાઉ વિકાસ માટે મૂળભૂત વિજ્ઞાન: પડકારો અને સંભાવનાઓ” પોતાના 6-6 મિનીટના પ્રેઝેન્ટેશન રજુ કરેલા, તેના બે શાળાના વિધાર્થીઓ વિજેતા થયેલા ૧. કાજળ મુકેશભાઈ તિવારી (શેઠશ્રી પી.એચ. બચકાનીવાલા વિદ્યામંદિર) ૨. ઈલીશા નિશાન્તભાઈ કનકેશ્વર (સી.સી.શાહ સાર્વજનિક અંગ્રેજી પ્રાથ, સ્કૂલ-સુરત વિજેતા થયા અને ત્રીજા ક્રમે આશ્વાસન અલાના નામીતભાઈ શાહ(શ્રી શાંતારામ ભટ્ટ EM સ્કૂલ રહ્યા હતા) હવે રાજ્ય કક્ષાએ ગુજકોસ્ટ દ્વારા યોજાનાર સેમિનારમાં પ્રથમ બે વિજેતા સ્પર્ધક સુરતનું પ્રતિનિધિત્વ કરશે, આ સેમીનારના ડો. હિમાંશુભાઈ ભીમણી(પ્રોફે. ASBI, NAU- સુરત), ૨. ડો.પીનક્ભાઈ જરીવાલા(પ્રોફ. નવયુગ સાયન્સ કોલેજ) સુરત નિર્ણાયક /જજ તરીકે સેવા આપી હતી,
કાર્યક્રમના ઉદઘાટન/સમાપન પ્રસંગે RSM સ્કૂલ મેનેજમેન્ટ કમિટીનાં ચેરમેન, શ્રીઅમિતભાઈ ગજ્જર, શ્રી મનસુખભાઈ નારિયા, શાળાના આચાર્ય, કિશોરભાઈ જાની, અને નીતિનભાઈ દોરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કાર્ય હતા એવું સંસ્થાના જી. એન . કાકડિયા, ડાયરેકટર,
જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર(CSC)- સુરતએ જણાવ્યું છે.
Comments