જીતુ પટેલ નામના બિલ્ડરનું અજાણ્યા ઈસમોએ બંદુકની અણીએ ફીલ્મી ઢબે અપહરણ કર્યું .
- Praja Pankh
- Mar 31, 2021
- 3 min read

સચિન પ્રજાપંખ દ્વારા : ગત તા . ૨૨/૦૩/૨૦૨૧ નારોજ ઉમરગામ ખાતે જીતુ પટેલ નામના બિલ્ડરનું અજાણ્યા ઈસમોએ બે હાઈસ્પીડ કારમાં આવી બંદુકની અણીએ ફીલ્મી ઢબે અપહરણ કરેલ હતુ . અપહરણ બાદ ગુનેગારોની ઓળખ થઈ શકે તેવા કોઈ નિશાન ગુનેગારો દ્વારા સ્થળ ઉપર છોડવામાં આવેલ ન હતા . આ બનાવ બન્યા બાદ તાત્કાલીક જીલ્લા પોલીસ વડા ડો . રાજદિપસિંહ ઝાલા દ્વારા સમગ્ર જીલ્લામાં નાકાબંધી કરવામાં આવેલ હતી . તેમજ જીલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી તમામ ટીમોને અલગ અલગ દિશામાં તપાસ સોંપવામાં આવેલ હતી . તેમજ સુરત રેન્જના વડા ડો . એસ.પી.રાજકુમાર દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સુરત રેજ , સુરત શહેરતથા એ.ટી.એસ. ગુજરાતના બાહોશ અને યુનંદા અધિકારીઓની ટીમોને તથા વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. જાડેજા નાઓને અપહત જીતુ પટેલની શોધખોળમાં લગાવેલ હતા , આ દરમ્યાન આરોપીઓ દ્વારા તા . ૨૪/૦૩/૨૦૦૧ થી જીતુ પટેલના મોબાઈલ સીમકાર્ડનો ઉપયોગ કરી અપહતના પત્નિને વારંવાર ફોન કરી રૂ . 30,00,00,000 / - ની ખંડણી માંગવામાં આવેલ હતી . તેમજ ખંડણી આપવામાં ન આવે તો અપહતને જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હતી . તેમજ ભોગ બનનારના પત્નિ દ્વારા ખંડણીની રકમ માંથી ઓછા કરવા વારંવાર વિનંતી કરવા છતાં એક પણ રૂપિયો ઓછો કરવા આરોપીઓ તૈયાર થયેલ ન હતા . ત્યારબાદ આરોપીઓનું પગેરૂ મેળવવા માટે અલગ અલગ રાજ્યોના વિવિધ શહેરોમાં ખાનગી બાતમીદારો તથા અસંખ્ય સી.સી.ટી.વી. ફુટેજનું એનાલીસીસ કરી ટેકનીકલ બાબતો ધ્યાનમાં લેવામાં આવેલ હતી, આ બનાવના અનુસંધાને સુરત રેન્જના વડા ડો . એસ.પી.રાજકુમાર તથા વલસાડ જીલ્લા પોલીસ વડા ડો . રાજદિપસિંહ ઝાલા નાઓ મુંબઈ ખાતે સતત પોતાનો કેમ્પ રાખી અને સીધા માર્ગદર્શન અને તપાસમાં સામેલ રહી ચોક્કસ બાતમીના ફળ સ્વરૂપે તા . ૨૯-૩૦ / ૦૩ / 2021 ની મોડી રાત્રી દરમ્યાન ભોગ બનનાર જીતુ પટેલને મહારાષ્ટ્રના રત્નાગીરી ખાતેથી હેમખેમ બચાવી લેવાયા છે . તેમજ તમામ ૭ અપહરણકારોને પિસ્તોલ -૧ , મેગઝીન -૨ , મોબાઈલ ફોન -૮ તથા સીમકાર્ડ , રોકડ રકમ , ગુનામાં વપરાયેલ કાર નંગ -2 હોન્ડા સીટી તથા ફોર્ચ્યુનર કે જે બંને કાર દિલ્લી ખાતેથી ચોરી કરેલ હતી . . બનાવટી નંબર પ્લેટ નંગ -૬ , ખોટા ઓળખ પત્ર જેવાકે આધારકાર્ડ વિગેરે મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવેલ છે . આ ગુનામાં આરોપીઓ દ્રારા રૂપિયા ત્રીસ કરોડની માંગણી કરવામાં આવેલ હતી જે પૈકી એક પણ રૂપિયો યુકવ્યા વગર અપહૃત વ્યક્તિને પોલીસ દ્વારા હેમખેમ છોડાવી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે . આ ગુનાહિત કૃત્ય બદલ જેલમાં રહેલા કુખ્યાત અપહરણકર્તા ચંદન સોનાર તથા તેના સાગરીતો જેવા કે પપ્પુ ચૌધરી , દિપક ઉર્ડ અરવિંદ યાદવ , અજમલ હુસેન અંસારી , અયાઝ , મોબીન ઉર્ફે ટકલ્યા . ઈશાક મુંઝવર , તથા જીતેશ કુમાર ઉર્ફે બબલુ કુમાર યાદવ દ્વારા છેલ્લા દોઢ મહિનામાં વારંવાર રેકી કરી સંપૂર્ણ આયોજન બધ્ધ રીતે ખંડણી માટે અપહરણ કરવામાં આવેલ હતું . આ ગેંગ સમગ્ર દેશમાં અપહરણનું નેટવર્ક ચલાવે છે , ચંદન સૌનાર તથા પપ્પુ ચૌધરી નાઓ હનીફ હિંગોરા અપહરણ કેસના આરોપી હતા , તે ઉપરાંત રાયપુર ( છતીસગઢ ) ખાતે પ્રવિણ સોમાણી ખપહરણ કેસમાં પણ પપ્પ યૌધરી તથા અરવિંદ નાસતા ફરતા આરોપી છે , હનીફ હિંગોરા કેસમાં પપ્પુ ચૌધરી બે વર્ષ લાજપોર જેલમાં રહેલ હતો . જેલમાંથી છુટ્યા બાદ ફરીથી અપહરણના ગુનાઓ ચાલુ રાખેલ . આ ઉપરાંત અન્ય રાજયોના કેટલાક ગુનાઓમાં પણ પપ્પુ ચૌધરી વોન્ટેડ છે .આ બનાવની તપાસમાં પો.ઈ. વી.બી. બારડ તથા એસ.ઓ.જી. ટીમ , પો.ઈ. જે.એન. ગૌસ્વામી તથા એલ.સી.બી. ટીમ , પો.ઈ. વી.એચ. જાડેજા , પો.ઈ. બી.જે. સરવૈયા , પો.ઈ. વી.જી. ભરવાડ , પો.ઈ. વી.ડી. મોરી નાઓ જોડાયેલ હતા . તેમજ સુરત રેન્જના અધિકારીઓ , ગુજરાત એ.ટી.એસ , સુરત શહેર કાઈમ બ્રાન્ચ , સુરત શહેર એસ.ઓ.જી.તથા મીરા ભાયંદર શહેર પ્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તથા તેમની ટીમ વલસાડ જીલ્લા પોલીસ સાથે તપાસમાં જોડાયેલ હતી . આમ , સમગ્ર ગુજરાત પોલીસની અલગ અલગ ટીમો અને મહારાષ્ટ્ર પોલીસના સંકલનથી આ કામગીરી સફળ થયેલ છે . બ્યૂરો રિપોર્ટ - પ્રજાપંખ તા. 31-03-2021
留言