જાણો સચિન GIDC માંથી રામમંદિરને મળ્યું....
- Praja Pankh
- Feb 7, 2021
- 2 min read

રામ મંદિર અભિયાન અંતર્ગત સચિન GIDC માં પોતાનો વ્યવસાય કરતા કિશોરભાઈ પટેલ
એન્જિનિયરિંગ એસોસિયેશન ના પ્રમુખ દ્વારા ઉત્તમ અને શ્રેષ્ઠ દાન કહી શકાય એવું
ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.... તેમણે રામ મંદિર માટે 20 લાખ કરતાં વધારે દાન એખઠું કર્યું .વર્ષ 2020-21 માટે સરકારે અહીં ડોનેશન આપનારાને ટેક્સમાંથી છૂટ આપવાનું પણ નક્કી કર્યું છે. રામ મંદિર માટે ટ્રસ્ટમાં દાન કરનાર વ્યક્તિને 50 ટકા સુધીનું ટેક્સ ડિડક્શન અપાશે. ટ્રસ્ટની આવકને પહેલાંથી જ ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 11 અને 12ના આધારે છૂટ અપાઇ છે. આ છૂટ અન્ય નક્કી ધાર્મિક ટ્રસ્ટોના જેવી જ છે....
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિપૂજન કરી
મંદિરની આધારશિલા રાખી. ત્યાર બાદ અયોધ્યામાં પ્રસ્તાવિત રામ મંદિરનું
નિર્માણ કાર્ય શરૂ છે. જોકે મંદિર નિર્માણથી પહેલાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર
ટ્રસ્ટને અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું દાન પ્રાપ્ત થઈ રહ્યું છે. જેમ રામાયણ
કથાકાર મોરારીબાપુ દ્વારા 11 કરોડ રૂપિયા દાન થયું પછી હાલમાં કોવિડ-19
રોગચાળા દરમ્યાન પણ રામ ભકતો રામ મંદિર માટે નાનું મોટું દાન કરી રહ્યા
છે. આપણે જાણીએ છીએ તેમ રામ મંદિરનું નિર્માણ એલ એન્ડ ટી કરી રહી છે
અને મંદિર બનાવવામાં આશરે ત્રણથી સાડાત્રણ વર્ષનો સમય લાગશે. આ
અભિયાન હેઠળ ભારતના 5 લાખ ગામોના 12 કરોડથી વધારે પરિવારો સાથે
સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આવા સમયે એશિયાની બીજા નંબરની ગણાતી જી
આઈ ડી સી દ્વારા પણ અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે ડોનેશન ભેગુ કરવાનું
અભિયાન શરુ છે. મંદિર બનાવવા માટે ડોનેશન ભેગુ કરવાનું કામ 27 ફેબ્રુઆરી
સુધી ચાલશે. બાદમાં દાન કરવા આયોદ્ધા જવું પડશે એવું સ્થાનિક આર એસ એસ
ના સંતોષભાઈ પ્રજાપતિએ જણાવ્યું છે. વધુમાં દાન માટે પહેલ કરનારા વિનોદ
અગ્રવાલ અને હિંદુ મંચ જાગરણ અધ્યક્ષ ગિરીશ આહિરે કહ્યું કે, નાણાંકીય વર્ષ
2020-21 માટે સરકારે અહીં ડોનેશન આપનારાને ટેક્સમાંથી છૂટ આપવાનું પણ નક્કી કર્યું
છે. આ અભિયાન હેઠળ રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદના લોકોનું
સમર્પણ અને સહયોગ રાશી મળનાર છે ત્યારે આ અભિયાન અંતર્ગત ખાસ
સચિન (GIDC) જી આઈ ડી સી માં પોતાનો વ્યવસાય કરતા કિશોરભાઈ પટેલ
એન્જિનિયરિંગ એસોસિયેશન ના પ્રમુખ દ્વારા ઉત્તમ અને શ્રેષ્ઠ દાન કહી શકાય
એવું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. તેમના સાથે જોડાયેલા દરેક સામાજિક
અને વ્યવસાયિક વ્યક્તિ ને જાગૃત કરી સૌને આ પવિત્રપર્વ માં સહભાગી બનવા
નું આહવાન તેમના દ્વારા કરવામાં આવતાં એના ભાગરૂપે નવનિર્મિત થનાર શ્રી
રામ મંદિર માટે તેમના સહયોગથી આજ સુધી અંદાજિત 20 લાખથી વધુ ધન
રાશિ એકત્ર કરવામાં આવી, આમ એમના દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી થવા
પામી છે અને જે રામ ભકતો માટે ગૌરવની વાત છે. . .
Comments